Bhaskar News, Visavadar | Last Modified - Feb 26, 2018, 12:57 AM IST
સાસણનાં જૂની રાયડી વિસ્તારમાં બે સિંહ બાળનાં માથા જોવા મળતાં સિંહનું પરાક્રમ બહાર આવ્યું
-
3 સિંહણ અને 7 પાઠડાનું ગૃપ ડાલામથ્થાની નજરે ચઢી ગયા બાદ એક સિંહણ પસંદ આવી જતાં સર્જાયો એક વન્ય ઘટનાક્રમવિસાવદર: જંગલમાં વિહરતા સિંહ બાળનો સામાન્ય રીતે સિંહ દ્વારા જ કોળિયો કરાતો હોય છે. માતા સાથે મેટીંગ કરવા માંગતો સિંહ બીજા નર થકી જન્મેલા બચ્ચાંને મારી નાંખતો હોય છે. આવોજ એક કિસ્સો સાસણનાં જંગલમાં બહાર આવ્યો છે. વાત જાણે એમ બની કે, સાસણનાં જંગલમાં ડેડકડી અને દેવળિયા રેન્જ હેઠળનાં ભાલછેલ અને વાણીયાવાવ રાઉન્ડનાં જૂની રાયડી વિસ્તારમાં ટ્રેકરોને બે સિંહ બાળનાં માત્ર માથા જોવા મળ્યા.
તેના શરીરનાં અન્ય ભાગો નહોતા. આથી તેઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. જેને પગલે અધિકારીઓએ તાબડતોબ બનાવની તપાસ કરવાનાં આદેશો કર્યા. જેમાં ખુંખાર ડાલામથ્થાએ સિંહણને મેટીંગ માટે તાબે કરવા તેના બીજા સિંહ થકી જન્મેલા બે બચ્ચાંને મારીને ખાઇ ગયાનું સ્પષ્ટ થયું હતું. વનવિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 3 સિંહણ અને 6 થી 7 પાઠડાનુ બનેલું દસેક સિંહોનું એક ગૃપ હતું. આ ગૃપની 3 પૈકી એક સિંહણ પાંચેક ડાલામથ્થાઓની નજરે ચઢી ગયું. જેમાંથી એક સિંહને આ ગૃપની એક સિંહણ પસંદ આવી ગઇ.
પરંતુ બચ્ચાંવાળી સિંહણ તેને તાબે થતી ન હોવાથી સિંહોના ગૃપે હુમલો કર્યો. જેમાં બીજી સિંહણો અને પાઠડા નાસી ગયા હતા. જે સિંહણ ડાલામથ્થાને પસંદ આવી હતી તેના એકાદ માસનાં બે બચ્ચાંને સિંહે મારી નાંખી તેને ખાઇ ગયો હતો. અને સિંહણ સાથે પણ જબરદસ્તીથી મેટીંગ કર્યું હતું. આ બચ્ચાના માથા જોવા મળ્યા બાદ વાણીયાવાવ, ભાલછેલ, સાસણનો સ્ટાફ અને ટ્રેકરોએ સતત વોચ રાખી હતી. જેમાં વનરાજે બચ્ચાંને ફાડી ખાધાનું સ્પષ્ટ થયું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-after-tearing-the-two-lions-of-lioness-lione-was-forced-to-meteing-gujarati-news-5819976-PHO.html
No comments:
Post a Comment