ગુજરાતમાં એકસાથે 10 મહાશક્તિનાં અહીં બેસણાં હોય એવું પૌરાણિક એકમાત્ર સ્થાન છે.
અહીં પાર્વતીજીને ત્રિપુરાસુંદરી તરીકે ભજવામાં અાવે છે તેની શ્રીપીઠ પણ આવેલી છે. શ્રી રાજરાજેશ્વરી તરીકે સંયુક્ત 10 મહાશક્તિ ધૃમાવતી એટલેકે પદ્માવતી, ત્રિપુર ભૈરવી, નિલ સરસ્વતી, વર્જ વૈચોચની એટલેકે છીનમસ્તા ફૂલ જોગણી, કાલી, ત્રિપુરાસુંદરી, મહાલક્ષ્મી, માતંગી, ભુવનેશ્વરી અને બગલામુખ બિરાજે છે. જટા શંકર મહાદેવ જે ગુફામાં બિરાજે છે તેની પાછળજ આ મંદિર આવેલું છે. જેનું નવનિર્માણ કરાયું છે. અહીંનાં મહંત પૂર્ણાનંદ ગુરૂ બાલાનંદ બ્રહ્મઋષિ કહે છે, ગુજરાતમાં એકસાથે 10 મહાશક્તિનાં અહીં બેસણાં હોય એવું પૌરાણિક એકમાત્ર સ્થાન છે.
No comments:
Post a Comment