Wednesday, February 28, 2018

રાજુલા: મહેલના ટોડલે મોર નહીં દિપડો બેસે છે, લોકોમાં કૂતુહલ


Bhaskar News, Rajula | Last Modified - Feb 24, 2018, 11:51 AM IST
રાજુલા પંથકમાં દિવસે વન્યપ્રાણીની સંખ્યામાં ખુબ મોટો વધારો જોવા મળી રહ્યો છે
મહેલના ટોડલે દિપડો આવી બેસે છે
રાજુલા: રાજુલા પંથકમાં દિવસે વન્યપ્રાણીની સંખ્યામાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે આવેલ વિજય મહેલ તરીકે ઓળખાતા આ બંગલામા છેલ્લા કેટલાક દિવસોથી એક દિપડાએ ધામા નાખ્યા છે. મહેલના ટોડલા પર બેસી દિપડો ધામા નાંખ છે. 2005માં ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમારસિંહજીનો મહેલ હતો. ત્યારબાદ ભાવનગર કોમલકાંત શર્મા પાસે હાલમાં આ મહેલ છે. અને છેલ્લા આઠેક દિવસથી અહીં દીપડાએ ધામા નાખી દીધા છે. અહીં જર્જરિત હાલતમાં મહેલ છે. 1 ચોકીદાર પણ રહે છે. દિપડાને આ રીતે જોય લોકોમાં કૂતુહલ સર્જાયું છે. ગામના લોકોએ વન વિભાગને પણ દિપડાને પાંજરે પૂરવા માંગ કરી છે.
પ્રવાસીઓ અહીં મહેલ જોવા માટે અવારનવાર આવે ત્યારે વિજય મહેલ ઉપર દીપડો આવે છે અને કલાકો સુધી મહેલના ટોડલે બેસી રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં દીપડાને ગમી ગયું છે અને અહીં આસપાસ આંટાફેરા કરતો જોવા મળે છે. ગામના સરપંચ સહિત પ્રકૃતિપ્રેમીઓએ રાજુલા વનવિભાગને જાણ કરતા વનવિભાગની અલગ અલગ ટીમો પાંજરા સાથે ત્યાં પહોંચી હતી અને દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરી છે. જો કે હજુ સુધી દિપડો પાંજરે પૂરાયો નથી. અને આ વિજય મહેલની પાછળ દરિયો આવેલો છે. અવાવરૂ જગ્યા પણ અહીં આવેલ છે.


No comments: