Bhaskar News, Junagadh | Last Modified - Feb 02, 2018, 01:24 AM IST
10 દિ' કેમ્પ પર રહી શીખશે પર્વતારોહણના ગુણો
-
કૃષિ યુનિ.નાં 94 છાત્રોનું સાહસિકતાથી પર્વતારોહણજૂનાગઢ : જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ના છાત્રોને ખેતીલક્ષી જ્ઞાન સાથે સાહસિકતાના ગુણો પણ શિખવવામાં આવી રહ્યા છે.જેમાં છાત્રોને 10 દિવસ પર્વતારોહણની તાલીમ આપવામાં આવી રહી છે. જૂનાગઢમાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર પર કૃષિ યુનિવર્સિટી જુદી-જુદી કોલેજના છાત્રો માટે તારીખ 29 જાન્યુઆરી થી 7 ફેબ્રુઆરી 2018 સુધી પર્વતારોહણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કૃષિ યુનિવર્સિટીના 94 જેટલા છાત્રોએ ભાગ લીધો છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. એ. આર. પાઠક અને વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના નિયામક ડો.પી.વી.પટેલે છાત્રોને ભાગ લેવા પ્રોત્સાહીત કર્યા હતા. આ તાલીમના ટીમ મેનેજર તરીકે ડો. એન.વી.કાનાણી તેમજ હાર્દિક પટેલ કામગીરી કરી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-94-students-of-agriculture-university-tremendous-trekking-gujarati-news-5803879-NOR.html
No comments:
Post a Comment