Wednesday, February 28, 2018

પશુમાં 20 ટકા મિથેન વાયુ ઘટાડવાથી 1 કિલોગ્રામ દુધ વધે છે : જર્મન વૈજ્ઞાનિક

DivyaBhaskar News Network | Last Modified - Feb 03, 2018, 06:45 AM IST
જૂનાગઢ કૃષિ યુનિ. તથા એનિમલ ન્યુટ્રીશન સોસાયટી ઓફ ઇન્ડિયાનાં સંયુકત ઉપક્રમે પશુ પોષણ પર રાષ્ટ્રીય પરિસંવાદનું...
પશુમાં 20 ટકા મિથેન વાયુ ઘટાડવાથી 1 કિલોગ્રામ દુધ વધે છે : જર્મન વૈજ્ઞાનિક
જૂનાગઢ કૃષિ યુનિ. તથા એનિમલ ન્યુટ્રીશન સોસાયટી ઓફ ઇન્ડિયાનાં સંયુકત ઉપક્રમે પશુ પોષણ પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પરિસંવાદનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. પરિસંવાદનાં બીજા દિવસે ખેડૂતો સાથે બીજા દિવસે ગોષ્ઠી કરી હતી. તેમજ ભારત ભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો અને વિષયનાં તજજ્ઞોએ પશુ આહાર પર થયેલા સંશોધન અંગે પશુપાલકો તથા ખેડૂતોને અવગત કર્યા હતા. આ પરિસંવાદમાં જર્મનીથી આવેલા વૈજ્ઞાનિક ડો.જોર્જએ જણાવ્યુ હતું કે વાગોળતા પશુઓનાં આહારમાં પીપળ, વડલો, લીમડો જેવા ઝાડનાં પાનનો ઉપયોગ કરવાથી પશુઓની હોજરીમાં મિથેન વાયુનું ઉત્પાદન ઘટે છે. જે પાચન માટે લાભદાયક છે. 20 ટકા મિથેન વાયુનું ઉત્પાદન ઘટવાથી પશુદીઠ એક કિલોગ્રામ જેટલું દુધ વધારી શકાય છે. તેમજ બદલાતા વાતાવરણમાં દુધ ઉત્પાદન જાળવી રાખવા માટે ઘાસચારાનાં પાકોને વાતાવરણની અસર ઓછી થાય તેવો ઘાસચારો પસંદ કરવો જોઇએ. બીજા દિવસે ખેડુતો સાથે વૈજ્ઞાનિકોની ગોષ્ઠી કાર્યક્રમમાં કુલપતિ ડો.એ.આર.પાઠક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.એમ.પારખીયા, વેટરનરી કોલેજનાં ડીન ડો.પી.એચ.ટાંક, રાષ્ટ્રીય પરિસંવાદનાં સેક્રેટરી ડો.એચ.એસ.સવસાની, વેટરનરી કોલેજનાં ડો.જે.બી.કથિરીયા સહિતનાં હાજર રહ્યા હતા અને ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યુહતું.

દાણની ઉત્પાદન તારીખ જોઇને ખરીદવું જોઇએ

રાષ્ટ્રીય પરિસંવાદમાં દિલ્હીથી આવેલા નવીનકુમારે જણાવ્યુ હતું કે પશુ આહાર માટે વપરાતુ દાન તેની ઉત્પાદન તારીખ જોઇને જ ખરીદ કરવું જોઇએ. કારણ કે ભેજની અસર દાણ પર થતી હોય જેથી દાણની કાર્ય ક્ષમતામાં ઘટાડો કરે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-064504-1039559-NOR.html

No comments: