જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ તથા એનિમલ ન્યૂટ્રિશન સોસાયટી ઓફ ઇન્ડિયાનાં સયુક્ત ઉપક્રમે પશુપોષણ પર...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ તથા એનિમલ ન્યૂટ્રિશન સોસાયટી ઓફ
ઇન્ડિયાનાં સયુક્ત ઉપક્રમે પશુપોષણ પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન
કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય પરિસંવાદ આજે પૂર્ણ થયો હતો. આ
પરિસંવાદમાં વૈજ્ઞાનિકો અને ખેડૂતો સાથે સંવાદ થયો હતો. જેમાં પશુ આહારનો
ખર્ચ કેમ ઘટાડી શકાય અને દુધનું વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેની
ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને કેટલીક ભલામણ કરવામાં આવી હતી. જેમાં સરગવાનાં પાનમાં કેલ્શિયમ તથા પ્રોટિનની માત્રા વધુ હોવાથી તેનો પશુઆહારમાં ઉપયોગ કરવો જોઇએ. તેમજ રાગીમાં પણ કેલ્શિયમની માત્રા હોવાથી તેનો પણ પશુઆહારમા઼ સમાવેશ કરવો જોઇએ. અપ્રચલિત પશુ આહારનો ઉપયોગ કરીને પશુપાલનાં નિભાવનાં ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.
તેમજ શ્રેષ્ઠ સંશોધન પત્રો રજુ કરનાર 30 વૈજ્ઞાનિકોને પ્રમાણ પત્ર અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત વેટરનરી કોલેજનાં એનિમલ ન્યુટ્રિશન વિભાગનાં ડો. જે. એ. ચાવડાનાં પશુઓમાં બાયપાસ ફેટ ખવડાવવાથી આશરે 5 ટકા દુધમાં વધારો કરી શકાય વિષયનાં સંશોધન પત્રને બેસ્ટ સંશોધન પત્રનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ તકે કુલપતિ ડો. એ. આર. પાઠક, ડો.વી. પી. ચોવટિયા, ડો. એમ. સી. દેસાઇ, ડો. પી. એચ. ટાંક, ડો. એસ.એસ.કુંડુ, ડો. એ.કે.ત્યાગી, ડો. એચ.એચ.સવસાણી, ડો. જે.બી. કથિરીયા સહિતનાં હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-055002-1046735-NOR.html
No comments:
Post a Comment