જૂનાગઢનાં જમાલવાડી વિસ્તારમાં અશ્વને ગ્લેન્ડર રોગ થતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. તેમજ જૂનાગઢમાં ગ્લેન્ડર રોગે...
જૂનાગઢનાં જમાલવાડીમાં રહેતા અશ્વ પાલકનાં એક અશ્વને ગ્લેન્ડર રોગનાં લક્ષણ દેખાયા હતાં. જેના પગલે તેના લોહીનાં નમુના લેવામાં આવ્યાં હતાં. રીપોર્ટ આવતા અશ્વને ગ્લેન્ડર રોગનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અશ્વને ગ્લેન્ડર રોગ પોઝીટીવ આવતા તંત્રે તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ રોગનાં નિકાલની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના બાદ ધી પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેક્સીઅસ એન્ડ કોન્ટેઝીયસ ડીસીઝ ઇન એનીમલ્સ એકટ મુજબ જૂનાગઢ શહેર અને તાલુકામાં અશ્વ અને ગદર્ભને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગ્લેન્ડર રોગનાં લક્ષણો | ગ્લેન્ડર રોગએ અશ્વ અને ગદર્ભમાં થાય છે. રોગનાં કારણે અશ્વ અને ગદર્ભમાં તાવની અસર રહે, આંખ અને નાકમાંથી પ્રવાહી વહન થાય, ખોરાકમાં ઘટાડો થાય, દિવસેને દિવસે વજન ઘટતો જાય વગેરે લક્ષણો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-031003-1057124-NOR.html
No comments:
Post a Comment