Bhaskar News, Rajula | Last Modified - Feb 25, 2018, 01:09 AM IST
પંજાબનાં પટણકોઠનાં ટ્રક ડ્રાઇવરને કોર્ટમાં રજુ કરી કોર્ટે જેલ હવાલે કરી દીધો
-
વનતંત્રએ પીપાવાવમાં સિંહ પાછળ ટ્રક દોડાવનાર શખ્સને દબોચી લીધોરાજુલા: પીપાવાવ પોર્ટમાં બે દિવસ પહેલા ટ્રક ચાલકે સિંહ પાછળ 40 મિનીટ સુધી ટ્રક દોડાવી સિંહોની પજવણી કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે વનવિભાગ દ્વારા આ દિશામા કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી ત્યારે આજરોજ ટ્રક ચાલકની ધરપકડ કરવામા આવી હતી અને કોર્ટમા રજુ કરાતા કોર્ટે જેલ હવાલેનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો.
અમરેલી ડીએફઓ.શકિરા બેગમે તપાસના આદેશો આપતા રાજુલા વનવિભાગે તપાસ હાથ ધરી હતી. રાજુલા ઇન્ચાર્જ આરએફઓ બી.ડી. ચાંદુએ અલગ અલગ ટીમો બનાવી પીપાવાવ પોર્ટ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતુ અને રાત દિવસ ખાનગી રીતે તપાસ શરૂ કરી હતી. કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરતા ટ્રક ટેલરના નંબર મળી આવ્યા હતા એના આધારે ડ્રાઇવર સહીત ટ્રક ટેલર ઝડપી પાડતા પોર્ટમાં ખળભળાટ મચી ગયો હતો.
જો કે આ મુદે પોર્ટ મૌન પાળી મામલો રફેદફે કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે આ ઘટનામાં અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું હતું અને પ્રકૃતિપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આજે ડ્રાઇવર લખવિંદર કુલદીપરાજ સિંઘ (ઉ.વ.33) રહે. રાજપુર તાલુકો કથલોર જી.પઠાણકોટ પંજાબની પૂછપરછ કરતા સિંહ પાછળ તેણે ટ્રક દોડાવી વિડીયો ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી. વનતંત્રએ તુરત અટકાયત કરી તેને દબોચી લીધો હતો અને સાથે ટ્રક ટેલર જી.જે.14 ડબ્લ્યુ 1196 લોજીક પાર્કનું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
તમામ પુછપરછ બાદ વનસંરક્ષણ ધારો મુજબ 1972 ની કલમ હેઠળ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોર્ટમાં અધિકારીઓમાં પણ ભારે ડર વ્યાપી ગયો હતો. બીજી તરફ આ ટ્રક ટેલર પોર્ટ અંદર કન્ટેનર ચડાવવા ઉતારવા જતા હોય ત્યારે આ ઘટના બની હતી. રાત્રીના 27 તારીખે 2 થી 3 વાગ્યા આસપાસનો વીડિયો હોવાનું વનતંત્રની તપાસમાં ખુલ્યું હતુ. છેલ્લા 3 દિવસથી તપાસનો ધમધમાટ શરૂ હતો. આખરે આજે રાજુલા વનવિભાગને સફળતા મળી હતી. વનવિભાગે જુદી જુદી ત્રણ ટીમો આ વિસ્તારમાં કામે લગાવી હતી. વીડિયો ઉતારનાર અને સેલ્ફી લેનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-HDLN-the-fisherman-took-control-of-a-truck-behind-a-lion-in-pipavav-gujarati-news-5819463-NOR.html
No comments:
Post a Comment