Friday, April 27, 2018

ઉનાળાના વેકેશનમાં ફરવા માટે બેસ્ટ છે મનાલીને ટક્કર મારતું ગુજરાતનું આ સ્થળ

Bhaskar News, Junagadh | Last Modified - Apr 23, 2018, 10:39 AM IST
વર્ષે 15 લાખથી વધુ પ્રવાસીઓ જૂનાગઢ આવે છે, શિયાળામાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે
ઉપરકોટ - બસ સ્ટેન્ડથી ઉપરકોટ 3 KM
 
ઉપરકોટ - બસ સ્ટેન્ડથી ઉપરકોટ 3 KM
જૂનાગઢ: ઉનાળુ વેકેશનને લઇ લોકો પ્લાન બનાવી રહ્યા છે જો કે ઉનાળા દરમિયાન ખાસ કરીને લોકો ઠંડા પ્રદેશમાં જવાનુ વધુ પસંદ કરે છે. તેમજ વેકેશનમાં દુર ફરવા ન જઇ શકો તો પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં અનેક રોમાંચક પર્યટન સ્થળ આવેલા છે. એકલા જૂનાગઢમાં ચાર થી પાંચ દિવસ ફરી શકાય તેટલા સારા સ્થળ આવેલા છે. વેકેશનનાં પાંચ દિવસ તો જૂનાગઢમાં આરામથી ગાળી શકાય, જૂનાગઢમાં વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. એક અંદાજ મુજબ પ્રવાસન થકી વર્ષનું 60 કરોડથી વધુનું ટર્નઓવર થઇ રહ્યું છે. જૂનાગઢને વિકસાવવામાં આવે તો તેનું હુંડિયામણ અબજોમાં પહોંચે તેમ છે.
વાર્ષિક આવક 60 કરોડ, પ્રવાસન વિકાસ ‘0’
ઉપરકોટ- બસ સ્ટેન્ડથી ઉપરકોટ 3 KM
-છેલ્લા વર્ષમાં 10 લાખ પ્રવાસીઓ આવ્યા
- જોવાલાયક શું છે ? અડીકડી વાવ, નવઘણ કુવો, બૌદ્ઘ ગુફા, રાણેકદેવીનો મહેલ, નિલમ-માણેક તોપ, અનાજનાં કોઠાર.
- જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો કયારે બંધાયો તેને લઇ કોઇ ચોક્કસ માહિતી નથી. પરંતુ ઉગ્રસેને આ કિલ્લો બંધાવ્યો હોવાના પુરાવાઓ મળી આવે છે.
શિલાલેખ- બસ સ્ટેન્ડથી શિલાલેખ  4 KM

- છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં
- જોવાલાયક શું છે  ?  ભવનની અંદર એક શિલા છે તેની અંદર તેમાં અક્ષરો કોતરવામાં આવ્યા છે. 14 ધર્મશાસનનો આલેખેલો શિલાલેખ છે.
- ગિરનાર જવાના રોડ પર અશોક શિલાલેખ આવેલ છે જે પશ્ચિમ ક્ષત્રપરાજા રૂદ્રદામને કોતરાવ્યો હોવાનું માનવામાં આવે છે.
સક્કરબાગ - બસ સ્ટેન્ડથી સક્કરબાગ 3 KM

- છેલ્લા વર્ષમાં 11.81 લાખ પ્રવાસીઓ આવ્યા
- જોવાલાયક શું છે ?   અહીં દેશ-વિદેશનાં પક્ષી તેમજ પ્રાણી આકર્ષણનું કેન્દ્ર છે તેમજ એશિયાઇ સિંહ અહીં જોવા મળે છે. ચિતો, રીંછ પણ અહીં છે.
- જૂનાગઢ રાજ્યનાં નવાબનાં સમયમાં સક્કરબાગ બનાવવામાં આવ્યુ હતું. સક્કરબાગ આશરે 198 હેકટરમાં ફેલાયેલુ છે.
મકબરામાં બદીઓને રોકવા દરવાજે તાળા, દિવાલ નાની છે ભાઇ !!!!

જૂનાગઢમાં આવેલા મકબરા ખંઢેર બની ગયા છે. અનેક પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ અહીં થઇ રહી છે. અચાનક તંત્રને બદીઓ રોકવાનું યાદ આવ્યું છે. તંત્રએ મકબરાનાં પરીસરમાં કોઇ પ્રવેશ ન કરે તે માટે દરવાજે તાળા મારી દીધા છે. પરંતુ તંત્ર એ ભુલી ગયું છે. દરવાજે તાળા મારવાથી બદીઓ રોકી શકાશે નહી. મકબારની ફરતે આવેલી દિવાલ નાની છે. આરામથી તેને ઓળંગી શકાય તેમ છે. દરવાજે તાળા મારવાથી બદીઓ રોકી શકાય તેમ નથી. અહીં કાયમ સિક્યુરીટી રાખવાની જરૂર છે.
બૌદ્ઘ ગુફા - બસ સ્ટેન્ડથી બૌદ્ધ ગુફા  1.7 KM

-અહીં આવેલી ઓફિસ બંધ હાલતમાં
- જોવાલાયક શું છે  ?  અંદર માત્ર ગુફાઓ છે જો કે હાલ અહીં આસપાસ પેશકદમીનાં કારણે પ્રવાસીઓ ખુબ જ ઓછા આવે છે.
-  જૂનાગઢનાં ધારાગઢ રોડ પર ઇ.સ.ત્રીજી સદીની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. જે ખાપરા કોડીયાની ગુફા તરીકે ઓળખાય છે.

આજે વર્લ્ડ બુક ડે- જૂનાગઢમાં 153 વર્ષ જૂની લાયબ્રેરી

જૂનાગઢઃ 23 એપ્રિલનાં વર્લ્ડ બુક ડેની ઉજવણી કરવામાં આવશે.વર્લ્ડ બુક ડે નિમીતે જૂનાગઢમાં અાવેલી સરકારી લાયબ્રેરીને યાદ કરવી જરૂરી છે. કારણકે આ લાયબ્રેરીની સ્થાપના 1 ઓગષ્ટ 1865માં થઇ હતી. આ લાયબ્રેરીનું જૂનુ નામ બહાદુરખાનજી લાયબ્રેરી એન્ડ મ્યુઝિયમ હતું. હાલ તેનું નામ સરકારી પુસ્તકાલય છે અને તે આઝાદ ચોકમાં કાર્યરત છે. આ લાયબ્રેરીમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સંસ્કૃત, પર્શિયન ભાષાનાં પુસ્તક છે. ગ્રંથાલયમાં રસિક વિલાસની કુલ પાંચ દુર્લભ હસ્તપ્રત છે.
ગિરનાર - બસ સ્ટેન્ડથી ગિરનાર 8 KM

-છેલ્લા વર્ષમાં 15 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા
- જોવાલાયક શું છે  ?  ગિરનારમાં ભરતવન, શેષાવન, કાશ્મીરી બાપુની જગ્યા, જૈન દેરાસરો, અંદાજી મંદિર, દત્ત શિખર, ગૌરખનાથ શિખર, ગૌમુખી ગંગા સહિતના અનેક સ્થળો.
- ગિરનાર રાજ્યનો સૌથી ઉંચો પર્વત ગિરનાર અહીં છે ગિરનારમાં પાંચ શિખર છે અને કુલ 866 નાના-મોટા મંદિરો આવેલા છે.
જૂનાગઢ જોયા પછી સોમનાથ, દીવ, સાસણ જઇ શકાય

96 KM જૂનાગઢથી સોમનાથ
- 53 KM જૂનાગઢથી સાસણ
- 173 KMજૂનાગઢથી દીવ
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-annual-income-of-tourism-in-junagadh-is-60-crore-gujarati-news-5857571-PHO.html?seq=8

No comments: