Tuesday, April 24, 2018

ખાંભા: શિકાર-પાણીની શોધમાં 12 સાવજના આદસંગની સીમમાં ધામા

Hirendrasinh Rathod, Khanbha | Last Modified - Apr 10, 2018, 12:17 PM IST
ખાંભા: શિકાર-પાણીની શોધમાં 12 સાવજના આદસંગની સીમમાં ધામા
 
ખાંભાના આદસંગમાં 12 સિંહોના ધામા
ખાંભાના આદસંગમાં 12 સિંહોના ધામાખાંભા: સાવરકુંડલા રેન્જના મિતિયાળા રાઉન્ડ નીચે આવતા આદસંગ રેવન્યુ વિસ્તારમાં 12 સિંહોના ધામા અને સિંહોની ડણકથી રેવન્યુ વિસ્તારમાં ચહલપહલ જોવા મળી રહી છે ત્યારે આ 12 સિંહોના ગ્રુપને આ વિસ્તારમાં મજા પડી ગઈ હોય તેમ છેલ્લા આઠેક દિવસથી આ સિંહોએ અહીં પડ્યા પાથર્યા રહે છે. આ વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારના સિંહ પ્રેમીઓ પણ આ 12 સિંહોના ગ્રુપની એક ઝલક જોવા માટે અહીં દોડી આવે છે આદસંગમાં 12 સિંહોને શિકાર અને પાણી બન્ને મળી રહેતા હોય તેમ ધામા નાખ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ખાંભાના સીમાડે અને મિતિયાળા રાઉન્ડ નીચે આવતા આદસંગ ગામના રેવન્યુ વિસ્તારમાં છેલ્લા આઠેક દિવસથી 12 સિંહોનું ગ્રુપ અહીં આવી ચડ્યું છે. આ સિહોનું ગ્રુપ આ રેવન્યુ વિસ્તારમાં પડ્યું પાથર્યું રહે છે. અહીં તેઓને મારણ તેમજ પાણી મળી રહે છે. હાલમાં થોડા દિવસ પેહલા આ 12 સિંહોએ ખેતરમાં બળદનું મારણ કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં સિંહપ્રેમીઓ અહીં એક ઝલક મેળવવા અહીં દોડી આવ્યા હતા ત્યારે આઠેક દિવસથી આ સિંહો અહીં જ દિવસના પણ અહીં આંટાફેરા કરતા જોવા મળે છે. ત્યારે ગઇકાલે બપોરના આ સિંહો અહીંથી પસાર થતા રસ્તા ક્રોસ કરી ફરી રહેઠાણ તરફ જતા જોવા મળ્યા હતા. ત્યારે સિંહોને પણ આ વિસ્તારમાં ફાવી ગયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020004-1449367-NOR.html

No comments: