વનવિભાગે બે બાઇક કબજે લીધી, 12 હજારનો દંડ ફટકાર્યો
સિંહ પ્રેમીઓ તેમજ ટીખળખોર અહીં પહોંચી ગયા
આદસંગ ગામમાં બે દિવસ પહેલા 12 સાવજોના ટોળાએ ધામા નાખ્યા હતા. ત્યારે આ સિંહોના ટોળાએ એક બળદનું મારણ કર્યું હતું. અને મિજબાની માણી હતી. ત્યારે આ સિંહો દ્વારા ખાંભા રાજુલા હાઇવે નજીક જ એક ખુલ્લા ખેતરમાં મારણ કરતા અહીંથી પસાર થતા વાહન ચાલકો કે રાહદારી દ્વારા આ સિંહોની ઝલક મેળવવા જતા હતા. ત્યારે આ સિંહોના સમાચાર ફેલાતા જ સિંહ પ્રેમીઓ તેમજ ટીખળખોર અહીં પહોંચી ગયા હતા.
3 શખ્સો 2 મોટર સાયકલમાં સવાર થઈ અહીં આવ્યા હતા
જ્યારે સિંહપ્રેમીઓ હતા તેમણે દૂરથી સિંહની ઝલક જોઈ પોતાને ધન્ય થયાનો અહેસાસ કરી રહ્યા હતા. તો થોરડી ગામના 3 શખ્સો 2 મોટર સાયકલમાં સવાર થઈ અહીં આવ્યા હતા અને સિંહોની પજવણી કરી હતી. થોરડીના આ શખ્સોમાં રફીક બાદલ માહિડા, સોહિલ હુસેન બેલીમ, પ્રભાત રાયને વનવિભાગે ઝડપી લીધા હતા. આ ઉપરાંત બે મોટરસાયકલ કબ્જે કરી હતી. જ્યારે હજુ મોટરસાયકલ વનવિભાગના કબ્જામાં છે અને આ સિંહોના ગ્રુપને પણ વનવિભાગ દ્વારા મારણ સાથે સલામત સ્થળે ખસેડવામા આવ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-three-people-detained-for-lion-harassment-at-khambha-gujarati-news-5846489-NOR.html
No comments:
Post a Comment