Friday, April 27, 2018

સિંહણ મેટિંગ માટે તાબે ન થતા સિંહે 6 માસના બચ્ચાને ફાડી ખાધું

DivyaBhaskar.com | Last Modified - Apr 22, 2018, 10:40 AM IST
બચ્ચાનું શરીર અડધું ખાય સિંહ કલાકો સુધી મૃતદેહ પર બેઠો રહ્યો, સિંહણ મોકો જોઇને નાસી છૂટી ખાંભા: મેટિંગમાં આડખીલીરૂપ બનતા એક છ માસનાં બચ્ચાંને સિંહે ફાડી ખાધું હતું. અને તેનું શરીર પણ અડધું ખાય ગયો હતો. અને બાદમાં કલાકો સુધી તેના પર બેઠો રહ્યો હતો. 8 દિવસ સુધી એક સિંહણ સાથે મેટિંગ કર્યા બાદ એ સિંહણ નાસી છૂટતાં બીજી બચ્ચાંવાળી સિંહણને તાબે કરવા સિંહે તેના 6 માસના બચ્ચાંને ફાડી ખાધું હતું.
ખાંભા (ગિર) નજીક આવેલા બોઘા તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં સાસણ તરફથી એક વનરાજ આવી ચઢ્યો હતો. છેલ્લા આઠેક દિવસથી તે એક સિંહણ સાથે મેટિંગમાં હતો. એ સિંહણ તેને અચાનક જ ચકમો આપી નાસી છૂટી. આથી સિંહ રઘવાયો થઇને તેને શોધી રહ્યો હતો. એવામાં બીજી એક 6 માસનાં બચ્ચાંવાળી સિંહણનો તેને ભેટો થયો. પરંતુ સિંહણ બચ્ચાંવાળી હોવાથી તેને તાબે થાય એમ નહોતી.

આથી વનરાજે એ બચ્ચાંને તેની માતાની સામે જ ફાડી ખાધું હતું. અને તેનું અડધું શરીર પણ ખાય ગયો હતો. જો કે, એ દરમિયાન એ સિંહણ પણ ત્યાંથી નાસી છૂટી હતી. આથી મૃત બચ્ચાંનું અડધું શરીર ખાધા બાદ સાવજ તેના પર કલાકો સુધી બેઠો રહ્યો હતો.
વનવિભાગને આ વાતની જાણ થતાં સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો. અને સિંહને બચ્ચાંનાં મૃતદેહ પરથી ખદેડી બચ્ચાંનું પીએમ કર્યું હતું. દરમિયાન વનરાજ પણ પોતાના મૂળ વિસ્તાર સાસણ તરફ રવાના થઇ ગયો હતો. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-eat-lioness-cub-near-khanbha-and-forest-department-run-on-spot-gujarati-news-5857246-PHO.html

No comments: