Friday, April 27, 2018

સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ પર્વતારોહણ તાલીમ કેન્દ્રો આવેલા

DivyaBhaskar News Network | Last Modified - Apr 19, 2018, 03:50 AM IST
સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ પર્વતારોહણ તાલીમ કેન્દ્રો આવેલા છે જે પૈકીનું એક માઉન્ટ આબુ અને બીજું જૂનાગઢમાં છે....
સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ પર્વતારોહણ તાલીમ કેન્દ્રો આવેલા છે જે પૈકીનું એક માઉન્ટ આબુ અને બીજું જૂનાગઢમાં છે. જૂનાગઢમાં આવેલ અને દર વર્ષે 600 થી વધુ બાળકો, યુવાનો, સરકારી કર્મીઓને પર્વતારોહણની તાલીમ આપતા આ કેન્દ્રને બંધ કરવા સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલીત જૂનાગઢના ભવનાથ રોડ સ્થિત લાખા કોઠા કેમ્પ સાઇટના પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર અનેક માટે આશિર્વાદ રૂપ છે. 1979થી કાર્યરત આ કેન્દ્રમાં વર્ષમાં 15 થી વધુ કેમ્પો કરવામાં આવે છે જેમાં દર વર્ષે 600થી વધુને તાલીમ આપવામાં આવે છે. જોકે હવે આનું સંચાલન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતને સોંપવાની પેરવી થઇ રહી છે સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત થકી તાલીમ કેન્દ્રનું ખાનગીકરણ થશે જેનો ચોમેરથી વિરોધ થઇ રહ્યો છે. આ ખાનગીકરણ થતું અટકાવવા માટે અનેક લોકો મેદાનમાં આવી ગયા છે અને આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જરૂર પડયે આ તાલીમ કેન્દ્રને બચાવવા માટે આંદોલન પણ કરવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035003-1499786-NOR.html

No comments: