Tuesday, April 24, 2018

રાજુલાનાં પટવા ગામની વાડીએ જઇ રહેલા યુવાન પર સિંહણનો હુમલો

Bhaskar News, Amreli | Last Modified - Apr 18, 2018, 02:15 AM IST
લગ્નનાં આઠ દિવસ પહેલા જ યુવાન મોતનાં મુખમાંથી માંડ-માંડ ઉગરી ગયો
રાજુલાનાં પટવા ગામની વાડીએ જઇ રહેલા યુવાન પર સિંહણનો હુમલો
રાજુલાનાં પટવા ગામની વાડીએ જઇ રહેલા યુવાન પર સિંહણનો હુમલો
અમરેલી: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા સાવજો દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ અવારનવાર બની રહી છે. આવી વધુ એક ઘટના રાજુલા તાલુકાના પટવા ગામે બની હતી. અહીનો કનુભાઇ બેચરભાઇ શિયાળ (ઉ.વ.22) નામનો યુવાન પોતાની વાડીએ જવા માટે નીકળ્યો હતો. આ યુવાન પર રસ્તામા ઝાડીમાથી નીકળી અચાનક જ એક સિંહણે હુમલો કરી દીધો હતો.
યુવકને હાથ તથા પગના ભાગે ન્હોર ભરાવી અને બચકા ભરી સિંહણે લોહીલુહાણ કરી દીધો હતો. ઘાયલ યુવાને દેકારો કરતા તેને છોડી સિંહણ નાસી ગઇ હતી. યુવકને સારવાર માટે પ્રથમ રાજુલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે મહુવા દવાખાને ખસેડાયો હતો. હુમલાની આ ઘટના સવારે સાડા સાતેક વાગ્યે બની હતી. ખેડૂતોને હાલમા સીમમા કામ રહેતુ હોય અવરજવર વધી છે ત્યારે સાવજોના વસવાટવાળા વિસ્તારમા તેનો ડર પણ વધ્યો છે.
લગ્નનાં આઠ દિવસ પહેલા જ યુવાન મોતનાં મુખમાંથી માંડ-માંડ ઉગરી ગયો
ઘાયલ થનાર યુવાન કનુ બેચરભાઇ શિયાળ માટે કરૂણાની વાત એ છે કે આગામી તારીખ 26મીએ તેના લગ્ન લેવાયા છે પરંતુ તે પહેલા સિંહણે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા તે હોસ્પિટલના બિછાને પહોંચી ગયો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lioness-assault-on-the-young-man-going-to-the-garden-of-patwa-village-of-rajula-gujarati-news-5854119-NOR.html

No comments: