Tuesday, April 24, 2018

અમરેલી: પાણી માટે વલખા મારતા સાવજો માટે વન વિભાગે આવી કરી વ્યવસ્થા

 Jaidev Varu, Rajula | Last Modified - Apr 05, 2018, 05:25 PM IST
અમરેલી: પાણી માટે વલખા મારતા સાવજો માટે વન વિભાગે આવી કરી વ્યવસ્થા
 
સિંહોને પીવાના પાણી માટે વન વિભાગે કરી વ્યવસ્થા
અમરેલી: ઉનાળામાં પીવાના પાણી માટે લોકો હાડમારી અમરેલી જિલ્લામાં અનુભવી રહ્યા છે પણ ગીરની શાન ગણાતા સિંહો માટે વનતંત્રે પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરી છે. બૃહદ ગીર ગણાતા રેવેન્યુના સિંહો માટે વનવિભાગે પાણીના પોઈન્ટો ઉભા કર્યા છે તો નવી કુંડીઓ બનાવીને સિંહો માટે ટેન્કરો શરૂ કરીને પીવાના પાણી માટે સિંહોને હાશકારો અમરેલીના વનવિભાગે કરી દીધો છે.

લીલીયાના રેવેન્યુ વિસ્તારોમાં આશરે 40થી વધુ સિંહોનો વસવાટ છે
લીલીયાના રેવેન્યુ વિસ્તારોમાં આશરે 40થી વધુ સિંહોનો વસવાટ છે. ત્યારે અમરેલી જિલ્લામાં પીવાના પાણી માટે ઉનાળાના પ્રારંભે જ પાણી માટે રજળપાટ શરૂ થયો છે ત્યારે અમરેલીના સિંહપ્રેમીએ બૃહદ ગીર વિસ્તારના સિંહો સાથે વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા ન પડે તે માટે રજૂઆતો કરવામાં આવેલી હતી. જે ધ્યાને લઈને વનવિભાગે વન્યપ્રાણીઓ માટે બૃહદ ગીરના જાડી ઝાંખરાવાળા ગીચ વિસ્તારોમાં પવનચક્કી વડે તો પાણીના ટેન્કરો સિંહો માટે શરૂ કરીને ગુજરાતની શાન ગણાતા સિંહો માટે વનવિભાગે પાણીની સુંદર વ્યવસ્થા ઉભી કરી છે.
આગળની સ્લાઇડસ પીવાના પાણીની રામાયણ સિંહોને ન વર્તાય તે માટે નવા પાંચ પોઈન્ટ પર કુંડીઓ બનાવી છે.
એશિયાટીક સિંહો ભારત દેશની શાન છે, આ સિંહો ગીરના જંગલ સાથે રેવેન્યુના ગણાતા બૃહદ ગીરોમાં પણ સિંહોએ નવું સામ્રાજ્ય સ્થાપ્યું છે. લીલીયાના આખા બૃહદ ગીરમાં 40થી વધુ સિંહો માટે વનવિભાગે ઉનાળાના આરંભ સાથે પીવાના પાણીની રામાયણ સિંહોને ન વર્તાય તે માટે નવા પાંચ પોઈન્ટ પર કુંડીઓ બનાવી છે. લીલીયા, ક્રાક્ચ, અંટાલીયા, બાવડા, બવાડી, ભોરીગંડાથી લઈને છેક સાવરકુંડલાના જૂના સાવર સુધી આ સિંહોનો કોરીડોર હોય ત્યારે સિંહોના ગણાતા વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો સિંહો માટે શરુ કરીને વનવિભાગે સિંહો માટે ભારે સતર્કતા સાથે કુત્રિમ અને કુદરતી પાણીના પોઈન્ટો થકી વન્યપ્રાણીઓ માટે આશીર્વાદ રૂપ કાર્ય શરુ કરતા સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે. તો સિંહો પણ આ વખતની વનતંત્રની જહેમતથી રાહતનો અહેસાસ અનુભવી રહ્યો હશે.
તસવીરો: જયદેવ વરૂ, રાજુલા.
 https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-arranged-for-drinking-water-of-lion-near-amreli-gujarati-news-5845165-PHO.html?seq=2

No comments: