વિસાવદરના કાલાસરી ગામના ખેડૂક પત્ની સાથે વાડીએ બાઇક પર જતા હતા ત્યારે બનેલી ઘટના
વિસાવદર: હું અને મારી પત્ની વહેલી સવારે વાડીએ જતા હતા ત્યારે
રસ્તા પર અચાનક દીપડો ચઢી આવ્યો એટલે મેં બાઇક રોકી દીધી દીપડો રસ્તા પરથી
ચાલ્યો જાય એની રાહ જોતા હતા પરંતુ રઘવાયા બનેલા દીપડાએ મારા મોઢા પર તરાપ
મારી અને પીઠની પાછળ પણ નખનાં નોર બેસાડી દીધા. મેં મારા સ્વબચાવ માટે
દીપડાનું ગળુ દબાવી અને એનો ઘા કરી દીધો જેથી દીપડો ભયભીત થઇને નાસી છુટ્યો
હતો. આ શબ્દો છે વિસાવદરના કાલસારી ગામના ખેડૂતના.આ ઘટના વિસાવદર તાલુકાનાં કાલસારી ગામે માણંદીયા રોડ પર બની હતી. કાલસારીનાં ખેડુત જયસુખભાઇ ફુલાભાઇ ડામસીયા (ઉ.વ.45) અને તેમનાં પત્ની વહેલી સવારે બાઇક પર કાલસારીથી માણંદીયાનાં રસ્તે આવેલ તેમની વાડીએ જતા હતા. ત્યારે દીપડાએ રસ્તો ઓળંગીયો હતો. જેથી ખેડૂતે તેનું બાઇક રોડ પર થંભાવી દીધું હતું. પરંતુ રઘવાયા બનેલા દીપડાએ અચાનક બાઇક સવાર ખેડૂત પર તરાપ મારી મોઢાનાં ભાગે પંજો મારી દઇ ઇજા પહોંચાડી હતી અને પીઠ પાછળ પણ નોર બેસાડી દીધા હતા. ખેડુતે પોતાના સ્વબચાવ માટે દીપડાનું ગળુ દબાવી ઘા કરી દેતા નીચે પડતાની સાથે જ દીપડો નાસી છુટ્યો હતો. જયસુખભાઇને મોં, છાતી અને પીઠનાં ભાગે ઇજા પહોંચી હતી. જેથી સારવાર માટે વિસાવદર સિવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. આ વિસ્તારમાં 10 દીપડાનાં આંટાફેરા છે. ત્યારે દીપડાને જંગલ વિસ્તારમાં છોડી મુકાઈ એવી માંગ ઉઠવા પામી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-panther-attack-on-farmer-but-farmer-attack-on-panther-so-run-near-visavadar-gujarati-news-5857819-PHO.html
No comments:
Post a Comment