Friday, April 27, 2018

ગુજરાતના આ સફારી પાર્કની 5 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી

Bhaskar News, Talala | Last Modified - Apr 27, 2018, 03:30 AM IST
વન્યજીવો અને કુદરતી સૌંદર્ય માણવા 2017-18નાં વર્ષમાં 5 ટકા પ્રવાસીઓનો વધારો નોંધાયો
તાલાલા: સાસણગીર દેશ-વિદેશનાં પ્રવાસીઓ માટેનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે અને દર વર્ષે સિંહ દર્શન કરવા આવનાર પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેથી વન વિભાગની આવકમાં પણ સારી વૃદ્ધી થઇ છે. વર્ષ 2016-17માં આવેલા પ્રવાસીઓ કરતા 2017-18માં 5 ટકા વધુ લોકોએ સિંહ દર્શન કર્યા હોવાનું વન વિભાગ જણાવી રહ્યું છે. ગીર અભયારણ્યમાં વિહરતા એશિયાઇ સિંહ પ્રજાતિ વન્યજીવો અને કુદરતી સૌદર્યને માણવા 2016-17નાં નાણાંકીય વર્ષનાં આંકડા મુજબ સાસણ અભયારણ્ય દેવળીયા સફારી પાર્કની મુલાકાતે 5,20,246 પ્રવાસીઓ આવ્યા હતા.
વન વિભાગને 10 કરોડ 50 લાખથી વધુની કમાણી થઇ
જેથી વન વિભાગને 10 કરોડ 50 લાખથી વધુની કમાણી થઇ હતી ત્યારે 2017-18માં સિંહ દર્શન માટે 5 લાખ 46 હજાર પ્રવાસીઓ આવ્યા અને વન વિભાગને 1 કરોડ 11 લાખ રૂપિયાની આવક થઇ છે. ગીર જંગલમાં પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે જેમાં 2017-18નાં વર્ષમાં 5 ટકા પ્રવાસીઓનો વધારો થયો હોવાનું વન વિભાગ અને પ્રવાસન વિભાગ જણાવી રહ્યું છે.

પ્રવાસીઓને વધુ મનોરંજન અને સવલતની જરૂર

સાસણગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ હોટલમાં એક દિવસનું રોકાણનું આયોજન કરે છે અને સેન્ચ્યુરી અથવા દેવળીયાની મુલાકાત કરી ત્રણ કલાકમાં સિંહ દર્શનનો કાર્યક્રમ પૂર્ણ કરી બાકીનાં અડધા કલાકમાં મગર ઉછેર કેન્દ્રની મુલાકાત લે છે. પ્રવાસન વિભાગ દ્વારા સાસણગીર આસપાસનાં વિસ્તારમાં વધુ મનોરંજન અને સવલત મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી પ્રવાસીઓની માંગ છે.

પેન્ડિંગ પરમિટો પૂરી થઇ જશે : ડીસીએફ નાલા

હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે જેથી સાસણગીરમાં પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. મે મહિનો નજીક આવતા પરમીટ ફુલ થઇ જશે તેવું સાસણનાં ડીસીએફ ડો.રામરતન નાલાએ જણાવ્યુ હતું.

https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-in-sasan-520246-tourists-visited-the-devdiya-safari-park-gujarati-news-5860664-PHO.html

No comments: