બાજરીના પાકમાંથી મળ્યો કોહવાયેલ હાલતમાં સિંહનો મૃતદેહ
ખાંભા: ખાંભાના સમઢીયાળા 2માં શંકાસ્પદ હાલતમાં પાથડા સિંહનો
મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. તુલસીશ્યામ રેન્જના રાબારીકા
રાઉન્ડમાં વધુ એક સિંહનું મોત થતા 25 દિવસમાં બે સિંહના મોત થયા છે. સિંહના
મોત અંગે રહસ્ય ઘૂંટાતુ હોય તેવું જામવા મળઈ રહ્યું છે. બાજરીના પાકમાંથી મળ્યો કોહવાયેલ હાલતમાં સિંહનો મૃતદેહ
સિંહના મોત અંગે વન વિભાગ કંઇ પણ જણાવવા તૈયાર નથી. ઉભી બાજરીના પાકમાંથી સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ક્યાં કારણોસર સિંહનું મોત થયું તે હવે પીએમ બાદ જ જાણવા મળશે. વનવિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સિંહનું મોત 4 દિવસ પહેલા થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વન વિભાગે આજુબાજુની વાડીઓમાં તપાસ હાથ ધરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-dead-body-get-in-samadhiyala-village-of-khanbha-gujarati-news-5856665-PHO.html
No comments:
Post a Comment