Friday, March 29, 2019

ખાંભામાં 25 દિવસ સિંહણનો મૃતદેહ પડી રહ્યો છતાં અધિકારીઓ ઉંઘતા રહ્યા, સ્ટાફની ઘરે બેસી દેખરેખ

  • Divyabhaskar.com | Updated - Mar 02, 2019, 04:33 PM
    અધિકારીઓ 25થી 30 કિમિ દૂર વતનમાં રહી અપડાઉન કરે છે

ખાંભા:ભાણીયા રાઉન્ડમાં 25 દિવસ પડી રહેલા સિંહણના મૃતદેહ મામલે સ્ટાફની બેદરકારી સામે આવી છે. તુલસીશ્યામ રેન્જનાં ભાણીયા રાઉન્ડ વિડીનો સ્ટાફ દ્વારા ઘરે બેઠા બેઠા દેખરેખ રાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ભાણીયા રાઉન્ડનો સ્ટાફ હેડક્વાર્ટમાં રહેવાના બદલે પોતાના વતનમાંથી અપડાઉન કરતાં હોવાના કારણે વન્યપ્રાણીઓના મોતની 20 કે 25 દિવસે જાણ થઈ રહી છે.

વન્યપ્રાણીઓનાં મોતની જાણ 20-25 દિવસ બાદ થાય છે

1.ભાણીયા રાઉન્ડનો સ્ટાફ હેડક્વાર્ટર અને અનમાત વિડીથી 25થી 30 કિમિ દૂર વતનમાં રહી અપડાઉન કરે છે. સિંહણના મૃતદેહમાં જીવાત પડી જવી અને દુર્ગંધ આવતી હોય ત્યાં સુધી સ્ટાફ અહીં ડોક્યું પણ કરતો નથી. જે એક તપાસનો વિષય છે. વન્યપ્રાણીઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરીને  કેવી રીતે મેનેજ કરવુંતેમાં જ સ્ટાફની માસ્ટરી છે. જ્યારે વન્યપ્રાણીઓની દેખરેખ કરવામાં બિલકુલ રસ દાખવતા નથી. તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં 13 નખ ગુમ થવાના કેસમાં રાઉન્ડ સ્ટાફ પાસે ખુલાસા માંગ્યો હતો. તેમ ભાણીયા રાઉન્ડમાં પણ સિંહણના મોતને લઈને ખુલાસો માંગવામાં આવે. 
શું તંત્ર વનકર્મી પાસે ખુલાશો માંગશે?
2.તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં 5 દિવસ પહેલા આશરે 9 વર્ષની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ સિંહણના મોત થયાના આશરે 25 દિવસ પછી વનવિભાગને જાણ થઈ હતી અને સિંહણના મૃતદેહમાં મોટી સંખ્યામાં જીવાત પણ પડી ગઈ હતી અને મૃતદેહમાંથી અસંખ્ય દુર્ગંધ આવવા લાગી હતી. ત્યારે આ સિંહણનું મોત ક્યાં કારણોસર થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ ભાણીયા રાઉન્ડ અને તુલસીશ્યામ રેન્જના કર્મચારીઓની બેદરકારી પણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર ભાણીયા રાઉન્ડના વનકર્મી પાસે ખુલાશો માંગશે કેમ? સમગ્ર મામલે તપાસ કર થશે કે કેમ? આ એક મોટો સવાલ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-forest-staff-monitoring-from-his-home-in-khambha-gujarati-news-6029299.html

No comments: