Friday, March 29, 2019

જિલ્લામાં જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેતરમાં લાઈટના સહારે પાકનું રક્ષણ

રોઝ અને ભુંડના ત્રાસથી ખેડૂતોને રાતવાસો ફરજીયાત બન્યો

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2019, 02:00 AM
અમરેલી જિલ્લામાં જંગલી પ્રાણીઓનો ત્રાસ ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન થઈ ગયો છે. ત્યારે અમરેથી બગસરા રોડ પર રાત્રી દરમિયાન રોઝ અને ભુંડના ત્રાસથી ખેડૂતોને હવે ખેતરમાં લાઈટના સહારે પાકનું રક્ષણ મેળવવું પડે છે. લાઈટ હોવા છતાં પણ ખેડૂતોને રાતવાસો કરવો ફરજીયાત બન્યો છે.

અમરેલી જિલ્લો મોટાભાગે ખેતી આધારે નભી રહ્યો છે. ત્યારે જિલ્લાના જંગલ વિસ્તારમાં હાલ તો ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. રોઝ અને ભુંડનો ત્રાસ કારણ કે આ પ્રાણીઓનું એક ટોળુ જો ખેતરમાં પ્રવેશ કરી ગયું તો પાકનું નિકંદન કરી બહાર જાય છે. ત્યારે હાલ તો ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે રાતવાસો તો કરવો જ પડે છે.

પણ સાથે ખેડૂતોએ નવો કીમીયો પણ અપનાવી લીધો છે. જંગલી પ્રાણીઓને ખેતરમાં અટકાવવા માટે સમગ્ર ખેતરમાં રંગ બેરંગી લાઈટનો સહારો લઈ લીધો છે. ત્યારે આ લાઈટ લગાવવાથી ખેડૂતોનો રાતવાસો બંધ નથી થતો પણ લાઈટ પ્રકાશિત હોવાથી રોઝ અને ભુંડ જેવા પ્રાણીઓ દિશા બદલી શકે છે તેવું ખેડૂતોનું માનવું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-protection-of-crops-with-the-help-of-wild-animals-in-the-district-by-light-of-the-crop-020047-4179179-NOR.html

No comments: