વન વિભાગને ખુલ્લા કુવાનો સર્વે કર્યો, કામગીરી નહી ઉનાળો શરૂ થઇ ગયો તે છતાં સિંહોના પાણી માટે કોઇ સુવિધા નહી...
DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 03:01 AM
જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની
શોધમાં આમતેમ ફરતા હોય છે અને તરસ સીપાવા ખેડુતોની વાડીમાં પણ ઘુસી જતા
હોય છે જેને લઇને ખેડુતોમાં ભય સેવાઇ રહે છે તે ઉપરાંત ખુલ્લા કુવામાં
સિંહો પડવાના બનાવો બનતા રહે છે તેમ છતાં પણ વન વિભાગ દ્વારા કોઇ પગલા
લેવામાં આવતા નથી. જૂનાગઢ ગીરનાર તેમજ આજુબાજુના ગામડાઓની વાડી વિસ્તારમાં
આવેલા ખુલ્લા કુવામાં વન્યપ્રાણીઓ ખાબક્તા હોવાને કારણે મોત નિપજતા હોય છે
તેમ છતાં પણ વન વિભાગ કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગતું નથી. ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ગીરનારના જંગલમાં વસતા સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં ખેડુતોના ખેતરો સુધી પહોંચી જાય છે પરંતુ ખેતરોમાં રહેલા ખુલ્લા કુવાઓ સિંહો સહિતના વન્યપ્રાણીઓ માટે મોત બની રહે છે. કુવાઓમાં પડતા વન્ય પ્રાણીઅોને લઇને વન વિભાગ દ્વારા કુવાઓના કાંઠા બાંધવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ જૂનાગઢ વન વિભાગ આ કામગીરી માત્ર ચોપડામાં જ કરી છે. ગિરનારના આજુબાજુના વિસ્તારોમાં હજુ પણ ખુલ્લા કુવાઓને કારણે વન્ય પ્રાણીઓ ખાબકી રહ્યા છે.
કુવાના કાંઠા ન બનાવતા ખેડુતોએ કાંટાળી વાડ કરી
જૂનાગઢ અને આજુબાજુના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં વન્ય પ્રાણીઅો પડી જતા હોય છે. વન વિભાગ કુવાના કાંઠા બાંધતા નથી ત્યારે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે અમે ખુલ્લા કુવાની ફરતે કાંટાની વાળ કરી દીધી છે જેથી કરીને કોઇ કુવા પડે નહી. રાજેશભાઇ રાદડીયા, ખેડુત
6 મહિના પહેલા સર્વે કરવા આવ્યા પણ હજુ સુધી કાંઇ થયું નથી : ખેડુત
કાથરોટા ગામની વાડી વિસ્તારમાં ખુલ્લા કુવાઓને કારણે વન્યપ્રાણીઓ પડતા હોવાના બનાવો બનતા રહે છે જેને લઇને વન વિભાગ દ્વારા 6 માસ પહેલા ખુલ્લા કુવાનો સર્વે કરવા આવ્યા હતા પરંતુ હજુ સુધી કુવાના કાંઠા બાંધવા આવ્યા નથી. જેને લઇને સિંહ સહિતના વન્ય પ્રાણીઓ કુવામાં ખાબકવાનો ભય રહે છે. સંજયભાઇ ચોવટીયા, ખેડુત
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-girnar-lions-fall-in-search-of-water-in-summer-farmers-030108-4128156-NOR.html
No comments:
Post a Comment