Friday, March 29, 2019

સરંભડા વિસ્તારમાં દીપડાનો આતંક, રોજ અેક, બે બકરાંનું મારણ કરે છે

સીમમાં રહેતા મજુરોના જીવ જોખમમાં : દિપડાને પાંજરે પુરવા માંગ કરાઇ

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 02:01 AM
અમરેલી પંથકના સરંભડા વિસ્તારમાં આમ તો ઘણા સમયથી દીપડાનો વસવાટ છે. માલધારીઓ તથા સીમમાં રહેતા મજુરોના પશુઓને દીપડો અવારનવાર મારણ કરે છે. અથવા તો ઇજા પહોંચાડે છે. પરંતુ એકાદ સપ્તાહમા ગામના પાદરમાં આવેલી વાડીમાં દિપડો બકરાનુ મારણ કરી જાય છે.

અહી ગામમા ભાગીયુ રાખીને કામ કરતા અતુલ ચતુર દેવીપુજકના બકરાઓ ઉપર ત્રાટકીને બે બકરાનો શિકાર કરેલ હતો. વાડીમાં સહુ જાગી જતા અને દેકારા પડકારા કરતા દિપડો મરેલા બકરાને મુકીને ભાગી ગયો હતો. બે દિવસ પહેલા પણ આ જ મજુરના બે બકરાને દીપડો ઉઠાવી ગયો હતો. આમ છેલ્લા ચાર દિવસમા આ ગરીબ મજુરને તેના જીવ સમાન માલઢોરને ગુમાવતા મોટી આર્થિક નુકશાની ભોગવવી પડી છે. સરંભડા ગામની સીમમા દીપડાની રંજાડ ઘણા સમયથી છે. જંગલ ખાતાને પણ અનેકવાર જાણ અને રજુઆત કરેલ છે કે આ દીપડાને તાત્કાલિક પકડીને જંગલમા મુકી આવો પરંતુ જંગલ ખાતું ગંભીર હોય તેમ લાગતું નથી.

દિપડાને પકડવા એક પાંજરૂ ગોઠવાયું છે

જંગલ ખાતાને જાણ કરતા એક પાંજરૂ ગોઠવાયું છે. જંગલ ખાતાના ટ્રેકરો આંટો મારીને જતા રહે છે. જવાબદાર અધિકારીઓ હજુ સુધી આવ્યા નથી. જવાબદાર અધિકારીઓએ મુલાકાત લઇને એક બે વધારે પાંજરા મુકે અને જેમના માલઢોરનું નુકશાન થયેલ છે તેને તાત્કાલિક વળતર ચુકવે તેવી લોકોની માગણી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-terrible-terror-of-leprosy-in-the-area-of-parrots-every-day-carries-two-goats-020116-4130561-NOR.html

No comments: