Thursday, November 29, 2007

પરિક્રમા દરમ્યાન જંગલને પ્રદુષિત કરનારાઓને પપ હજારનો દંડ ફટકારાયો

જૂનાગઢ,તા.૨૮
તાજેતરમાં જ પૂર્ણ થયેલ ગિરનાર પરિક્રમા દરમ્યાન બિનઅધિકૃત જંગલપ્રવેશ તથા જાહેરનામા બદલ જૂનાગઢ વન વિભાગ દ્વારા કડક વલણ અપનાવાતાં સૌપ્રથમ વખત રૂા.પપ,૦૦૦ જેટલો દંડ વસૂલ કરી સરકારની તિજોરીમાં જમા કરવામાં આવેલછે. ગિરનાર ખાતે પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. આ ભાવિકો દ્વારા જાણતાં - અજાણતાં વૃક્ષો, નદીમાં પાવડર, સાબુ વગેરે નાખી પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. આ વખતે પરિક્રમામાં લાઉડ - સ્પીકરો, પ્લાસ્ટિક, પાન - ગુટકા, તમાકુ, શેમ્પુ, સાબુ જેવી વસ્તુઓના વપરાશ પર જીલ્લા કલેકટર, જૂનાગઢ ડી.એસ.પી. દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ હતો. જૂનાગઢ વન વિભાગ ડુંગર ઉત્તર અને દક્ષિણ રેન્જ દ્વારા આ પ્રતિબંધનો પૂર્ણ અમલ કરાવવા જૂનાગઢ ડી.એફ.ઓ. બી.ટી.ચઢાસણીયાના માર્ગદર્શન હેઠળ એસ.કે.જાડેજા, વિજય યોગાનંદી તથા એમ.એન.પરમારના કડક સુપરવિઝન હેઠળ વનખાતાના તમામ સ્ટાફે દિવસ - રાત ફરજ બજાવી હતી. જેમાં ગત તા.ર૧ થી ગત તા.રપ દરમ્યાન પરિક્રમામાં બિન અધિકૃત જંગલ પ્રવેશ તથા જાહેરનામાનો ભંગ કરનાર લોકો પાસેથી રૂા.પપ,૦૦૦ વસુલ કરી રાજય સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવ્યા છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=38034&Keywords=Sorath%20Gujarati%20News

No comments: