Source: Bhaskar News, Dolasa | Last Updated 1:43 AM [IST](05/01/2012)
કોડીનાર તાલુકાનાં ડોળાસા પાસે જંત્રાખડીની સીમમાં એક સાવજ પરિવારે ધામા નાંખ્યા છે. આ સિંહ પરિવારે એક ગાયનું મારણ કરતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.
ડોળાસા પાસેનાં જંત્રાખડી ગામનાં કાદી વિસ્તાર તરીકે જાણીતી સીમમાં તા. ૩ નાં રોજ વ્હેલી સવારે એક સિંહ-સિંહણ અને ૩ બચ્ચાંએ ભીખાભાઇ રણશીભાઇ વાળાની વાડીમાં ચરતી એક રખડતી ગાયનું મારણ કર્યું હતું. ગામનાં સરપંચ હરીભાઇ ભીખાભાઇ પરમારને આ બનાવની જાણ થતાં તેઓએ જામવાળા ખાતે વનવિભાગને જાણ કરી હતી.
જંગલ વિભાગે ઘટનાસ્થળે દોડી ગયા બાદ સ્થળ નિરીક્ષણ કરતાં પાંચ સાવજોનાં સગડ મળ્યા હતા. હાલ આ વનરાજો કેશુભાઇ નોંધણભાઇ પરમારનાં શેરડીનાં વાડમાં છુપાયા હોવાનું અનુમાન થઇ રહ્યું છે. આ સિંહ પરિવારને પાંજરે પુરવા વનવિભાગે કવાયત હાથ ધરી છે.
હાલ ઘઉંમાં પિયતની મોસમ છે અને વીજળી પણ મોાટ ભાગે સાંજે જ અપાતી હોવાથી ખેડૂતોને ત્યારે જ પાણી વાળવા જવું પડે છે. એ સમયે સિંહોની ઉપસ્થિતીથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-family-came-near-dolasas-farm-2713128.html
No comments:
Post a Comment