અમરેલી તા.૮
સૌરાષ્ટ્રમાં વધી રહેલા ધરતીકંપના આંચકાની ઘટના બાદ વધુ એક
કુદરતના નિયમ વિરૂધ્ધ એક આશ્વર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે.અમરેલી જિલ્લાના
ધારીના તુલસીશ્યામ નજીક ગુરૂત્વાકર્ષણના નિયમની તદન વિરૂધ્ધ ઢાળવાળા રોડ
પર ઉભી રાખવામા આવેલી કાર ઢાળ ઉતરવાને બદલે આપોઆપ પાછળ (રિવર્સ) ખેંચાવા
લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીના એક ઉદ્યોગપતિ સાથે બનેલી આ
ઘટનાનું તેમણે વિડીયો રેકોર્ડીંગ કરાવી રાજય રસકારનું ધ્યાન દોર્યુ છે.- મોરબીના ઉદ્યોગપતિએ સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડીંગ કર્યુ
રતિલાલે આ ઘટનાની ખાત્રી કરવા માટે વધુ એક પ્રયોગ સ્થળ પર કર્યા હતો,કાર પાછળ ચાલે તો ગમે તે વસ્તુ પાછળ જવી જોઈએ.તેમણે પાણીની બોટલમાંથી તેજ જગ્યા ઉપર પાણી રેડતા પાણી ઢાળમાં નીચે ઉતરવાને બદલે પાછળ ઢાળ ચડવા લાગ્યું હતું,તો આ ગુરૂત્વાકર્ષણના થયેલા ફેરફારની ઘટનાએ સમગ્ર પંથકમાં અચરજ પમાડી દીધું છે.આ વિશે તજજ્ઞોનું એવું માનવું છેકે આ ઘટના હાલમાં વધી રહેલી ભુકંપીય હલચલના કારણે બની રહી છે.આ ઘટના હાલ નેટ પર યુ.ટયુબ પર મુકવામા આવેલ છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=25519
No comments:
Post a Comment