ધારી તા.૧૭
ધારી ગીર પુર્વના જંગલ વિસ્તારમાં અવાર-નવાર સીમ ખેતરોમાં આવેલા
ખુલ્લા કુવામાં પડી જવાથી અનેક વન્ય પ્રાણીઓના મોત નિપજયાના બનાવો બન્યા છે
ત્યારે તેમા વધુ એકનો ઉમેરો થયો છે. જેમાં દીપડીના બે બચ્ચાઓ સસલાનો શિકાર
કરવા તેની પાછળ દોડતા પાણીના હોજમાં પડી જતા બંનેના ડુબી જવાથી મોત નિપજયા
હતા.· ધારીના અમૃતપુરમાં શિકાર પાછળ દોડવા જતાં
· ગીર પંથકના ગામોમાં અવાર-નવાર બનતી ઘટનાઓ
ધારી ગીરપુર્વમાં દલખાણીયા રેન્જમાં અમૃતપુર ગામના ખેડુત કૌશિકભાઈ જવેરભાઈની વાડીના છ ફુટના પાણીના હોજમાં દીપડીના બે બચ્ચાં પાણીમાં પડી ગયાની વાડીમાલિકને જાણ થતા તેણે ધારી વનવિભાગના ડી.એફ.ઓ. મુનીશ્વર રાજાને જાણ કરી હતી. તે તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બંને બચ્ચાના મૃતદેહનો કબજો લઈ તેના પી.એમ.ની કાર્યવાહી કરાવી હતી. ડી.એફ.ઓ.ના જણાવ્યા મુજબ બંને બચ્ચા માત્ર ચાર માસના હતા અને સસલા શિકાર પાછળ દોડ લગાવી હોય પાણીના હોજમાં પડી ગયા હોવા જોઈએ તેવું અનુમાન રજુ કર્યુ હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=27687
No comments:
Post a Comment