Source: Arun Veghda, Dhari | Last Updated 12:29 AM [IST](29/01/2012)
મધ્યગીરમાં
ખાંભા નજીક જસાધાર રેન્જમાં આવેલી સરની ખોડિયાર માતાજીની જગ્યામાં
શાંતીદુત એવા કબુતરોનો છેલ્લા પંદરેક વર્ષથી અનોખો મેળો ભરાય છે. એક સાથે
હજારો કબુતરો અહીં ચણ માટે એકઠા થાય છે. મહંત ગોકરણદાસબાપુ દ્રારા આ હજારો
શાંતીદુતને ચણ નાખવામાં આવે છે. અને આ પક્ષીઓની સેવા કરવામાં આવી રહી છે. આ
પક્ષીઓનો મેળાવડો જોવા દુરદુરથી લોકો અહીં આવી પહોંચે છે.
સવારમાં દસેક હજાર કબુતરો અહી આવી પહોંચે છે અને મહંત ગોકરણદાસબાપુ તેને ચણ નાખે છે. આ હજારો પક્ષીઓનો મેળો નીહાળવા દુરદુરથી લોકો અહી આવે છે. કબુતરોને દરરોજ દસ મણએટલે કે ૨૦૦ કિલો જુવાર નાખવામાં આવે છે. આ જગ્યાના વિશાળ મેદાનમાં સવારમાં જ હજારો કબુતરો ચણ આરોગવા આવી પહોંચે છે. અહી આવતા પ્રવાસીઓ આ કબુતરોનો મેળો જોઇને પ્રભાવિત થઇ ઉઠે છે.
અહીં આવતા પ્રવાસીઓ તેમજ દાતાઓ દ્રારા કબુતરોના ચણ માટે યોગદાન આપે છે. દસેક હજાર જેટલા આ શાંતીદુતોના મેળાને નિહાળી લોકો પ્રભાવિત થાય છે. સરની ખોડિયાર જગ્યામાં ભજન કિર્તનની સાથે કબુતરોની અનોખી સેવા કરવામાં આવી રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-thousands-of-birds-are-these-people-fair-seeing-2797169.html
No comments:
Post a Comment