Source: Bhaskar News, Khambha | Last Updated 12:43 AM [IST](17/01/2012)
ખાંભા તાલુકાના ભાવરડી ગામે વાડીમાં ગઇકાલે બપોરના સુમારે સિંહણ અને બે
બચ્ચાઓ દ્રારા એક બળદનું મારણ કરવામાં આવ્યું હતું. વાડીએ સિંહણ દ્રારા
બળદનું મારણ કરવામાં આવતા ગામલોકો સિંહ દર્શન માટે દોડી આવ્યા હતાં.
ભાવરડી ગામે રહેતા અને ડેડાણ રોડ પર વાડી ધરાવતા આલીંગભાઇ મોભ બપોરના ચારેક વાગ્યાના સુમારે વાડીએ બળદને ચરાવતા હતા ત્યારે અચાનક એક સિંહણ અને બે બચ્ચાઓ આવી ચડયા હતા. અને આલીંગભાઇ થોડા દુર જતા જ સિંહણે બળદનો શિકાર કરી દીધો હતો. આલીંગભાઇ કંઇ વિચાર કરે તે પહેલા તો બળદના રામ રમાડી દીધા હતા. બળદનો શિકાર કરી સિંહણે બચ્ચાઓ સાથે મિજબાની માણી હતી.
વાડીએ સિંહણે બળદને ફાડી ખાધાના સમાચાર ગામમાં ફેલાતા ગામલોકો સિંહ દર્શન કરવા વાડીએ દોડી આવ્યા હતા. સિંહણ અને બચ્ચાઓએ મજિબાની માણી જંગલ તરફ વાટ પકડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-hunting-bullock-near-khambha-2755877.html
No comments:
Post a Comment