ઉના, તા.ર૦ :
ઉના તાલુકાના ખાપટની શાળાની પાછળ સૂતેલા દેવીપૂજક પરિવારના એક
બાળકને એક દીપડાએ ઉઠાવી જઈ ફાડી ખાતા સમગ્ર ઉના પંથકમાં ભારે અરેરાટી
વ્યાપી છે. જંગલ ખાતાએ આ દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. મુળ ગરાળના હાલ, ઉના
તાલુકાના ખાપટ ગામે શાળાની પાછળ રાતડ ગામ તરફ જતા રોડ પર રહેતા અને બળદ
અને ઘેટા બકરા લે વેચનો ધંધો કરતા દેવીપૂજક નાનજીભાઈ વલકુભાઈ તેના પત્ની, ૩ દીકરા અને એક દીકરી અને માલઢોર,ગાડા
સાથે ગઈ કાલે રાત્રીના પડાવ નાખ્યો હતો. તેમની સાથે ત્રણ જેટલા બળદો અને
પાંચથી છ બકરા હતા. આ વિસ્તારમાં રાની પશુઓની રંજાડ હોય તેમણે બળદગાડાની
નીચે પોતાના ચારથી પાંચથી છ બકરાને રાખ્યા હતા. બળદગાડાની આસપાસ વાડ પણ
બાંધી દીધી હતી. બાજુમાં પોતે પોતાના પરિવાર સાથે જમીન પર સુતા હતા.- ખાપટની સીમમાં બનેલો બનાવ
મૃતકના પરિવારને વહેલી તકે સહાય મળે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. જયારે ડીએફઓ શર્માએ જણાવ્યું હતું કે આ માવનભક્ષી દીપડાને પકડવા વન તંત્રને ઘટના સ્થળે ખડેપગે રાખી અલગ અલગ જગ્યાએ ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સાંજ સુધીમાં દીપડો પાંજરે પુરાઈ જવાની જંગલખાતાને આશા છે.
માલઢોરના રક્ષણની કાળજી રાખવામાં પરિવારની કાળજી રાખવાનું ભુલી ગયા
ઉના : દેવીપૂજક પરિવાર તેમના માલઢોરની કાળજી રાખી સલામત સ્થળે રાખ્યા અને માલઢોરનો રાની પશુઓ શિકાર કરી ન જાય તે માટે ગાડા સાથે બચાવવા આડસ પણ કરી હતી. બાજુમાં જ પરિવાર ખુલ્લામાં સુતો હતો તેમાં માતાની સોડમાં સુતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો અને શિકાર કરી ગયો હતો.આમ માલઢોરની કાળજી લેવામાં પરિવારના એક સભ્યને ગુમાવવો પડયો હતો.
પુત્રના અવશેષો જોઈ પિતાનું હૈયાફાટ રૂદન
ઉના : ૩ વર્ષના માસુમ રાજેશના અવશેષો જેમાં ધડનો ભાગ,પગના પંજા,હાથના
પંજાનો ભાગ જોઈ તેના પિતા નાનજીભાઈનું હૈયાફાટ રૂદન જોઈ ઉપસ્થિત લોકોની
આંખમાંથી અશ્રુઓની ધાર થઈ હતી. અને ભારે ગમગીની છવાઈ ગઈ હતી.Source: http://www.sandesh.com/article.aspx?newsid=36661
No comments:
Post a Comment