Source: Bhaskar News, Amreli | Last Updated 2:11 AM [IST](10/02/2012)
સાવરકુંડલા રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સાવજો આવી ચડે છે. અને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે. ગઇરાત્રીના અભરામપરા ગામ પાસે આવેલ સિંહ ડુંગરા વિસ્તારમાં છ સાવજોનું ટોળુ આવી ચડયું હતું. આ સિંહોનું ટોળુ હિરપરાની વાડી નજીક આવી ગયું હતું. અને એક રેઢીયાળ બળદનું મારણ કર્યુ હતું.
છ સિંહણ અને એક સિંહે બળદને ફાડી ખાધો હતો. મારણની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા. અત્રે ઉલલેખનીય છે કે આ વિસ્તારની નજીક મિતીયાળા અભ્યારણ્ય આવેલ હોય સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. જેના કારણે વાડી ખેતરોએ જતા ખેડુતોને ભય લાગી રહ્યો છે. વનવિભાગ દ્રારા આ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવું જોઇએ તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.
No comments:
Post a Comment