- Hirendrasinh Rathod, Khambha
- Apr 29, 2016, 12:00 PM IST
પડ્યુ છે. આજે ચોથા દિવસે પણ વન વિભાગના આઠ જેટલા કર્મચારીઓ આ સિંહબાળને તેની માતા સાથે મિલન કરાવવા માટે દિવસ રાત રેવન્યુ વિસ્તાર ખુંદી રહ્યા છે. ત્યારે આ આઠ જેટલા વનકર્મીઓ દ્વારા છેલ્લા ચાર દિવસમા લગભગ ચારસો હેક્ટરમા પથરાયેલા આ વિસ્તાર ખુંદી વાળ્યો છે.
- 96 કલાકથી 400 હેક્ટરના જંગલમાં કામગીરીઃ જંગલમાં બચ્ચાં સાથે સિંહણ રહે છે
રબારીકા રાઉન્ડ નીચે વીડી ઉપરાંત લગભગ ચારસો હેક્ટરમા મોટા બારમણ રેવન્યુ રાયડી ડેમ રેવન્યુ, કાતરધાર રેવન્યુ, ભુંડણી રેવન્યુ, પીઠડીધાર રેવન્યુ, ભુંડણી ધાર રેવન્યુ, વિસ્તાર પથરાયેલા છે. ત્યારે આ રેવન્યુ વિસ્તારમા એક ચાર બચ્ચા વાળી સિંહણ ઉપરાંત એક ત્રણ બચ્ચા વાળી સિંહણ અને એક બે બચ્ચા વાળી સિંહણ રહેતી હોવાનુ સ્થાનીક રહિશોમાંથી જાણવા મળી રહ્યુ હતુ. ત્યારે ત્રણ માસનુ સિંહબાળ માતાથી વિખુટુ પડયુ ત્યારથી વનવિભાગ આ સિંહબાળને દિકરાની માફક સાચવી રહ્યુ છે અને તેની માતા સાથે મિલન કરાવવા દિવસ રાત એક કરી રહ્યા છે.
આજે ચોથા દિવસે પણ આ સિંહબાળની માતાનુ લોકેશન મેળવવા વન વિભાગના ફોરેસ્ટર બી.બી.વાળા, ગાર્ડ મુકેશભાઇ, ટ્રેકર સાહિદખાન પઠાણ, જીતુભાઇ, મનુભાઇ, વિગેરે અન્ય વનકર્મીઓ આજે ચોથા દિવસે પણ રેવન્યુ વિસ્તાર ઉપરાંત વાડી વિસ્તારો ખુંદી રહ્યા છે. સ્થાનીક લોકોને પણ બચ્ચાવાળી સિંહણ જોવા મળે તુરંત વન તંત્રને જાણ કરવા અપીલ કરવામા આવી છે. વનતંત્રની કામગીરીની આસપાસના ગામલોકોમાં પણ પ્રશંસા થઇ રહી છે.
રાત-દિવસ જોયા વગર કામગીરી : બાલુભાઇ
મોટા બારમણ ખેડુત બાલુભાઇ લાખાભાઇ બોરીચાએ ટેલીફોનીક વાતચીતમા જણાવ્યુ
હતુ કે છેલ્લા ચાર દિવસથી વનવિભાગના સ્થાનીક કર્મચારીઓ દિવસ રાત જોયા વગર આ
સિંહબાળને માતા સાથે મિલન કરાવવા જંગલ ખુંદી રહ્યા છે.
કામગીરી પ્રશંસનીય : નાજકુભાઇ
ભુંડણીના રહિશ નાજકુભાઇ કોટીલાએ જણાવ્યુ હતુ કે સિંહબાળને માતા સાથે
મેળાપ કરાવવા વનવિભાગના આ આઠ જેટલા કર્મીઓની મેહનત પ્રશંસાને પાત્ર છે.
છેલ્લા ચાર દિવસથી ભુખ્યાને તરસ્યા આ સિંહબાળના માતાનુ લોકેશન મેળવવા આ
ધમધમતા ઉનાળામા જંગલ વિસ્તાર ખુંદી રહ્યા છે.