- Bhaskar News, Talala
- Apr 06, 2016, 00:03 AM IST
તાલાલાઃ સાસણનાં ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન કરવા ગયેલ
વડોદરાની મહિલા જે જીપ્સીમાં સિંહ દર્શન કરી રહી હતી તે જીપ્સીમાં મહિલાને
ચક્કર આવતા માથુ જીપ્સીનાં પાઇપ સાથે અથડાતા ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં
ખસેડવામાં આવેલ જયાં તેમનું મોત થતા ગૃપનાં સદસ્યો ગમગીન બની ગયા હતાં.
- વડોદરાથી 22 લોકોનું ગૃપ સાસણ આવ્યું હતું, મહિલાને ચક્કર આવતા માથુ જીપ્સીનાં પાઇપ સાથે અથડાયું હતુ
વડોદરાથી અનિતાબેન અજીતભાઇ પટેલ (ઉ.વ.54) નામની મહિલા તેમનાં પરિચીત
લોકો સાથે લકઝરી બસમાં રાજકોટ તેમનાં મિત્રને ત્યાં આવેલ જયાં મીત્રનાં
જન્મદિવસની ઉજવણી કરી રાજકોટથી સાસણ સિંહ દર્શન માટે આવેલ. બપોરે ત્રણ
વાગ્યાનાં રૂટમાં ગૃપનાં 22 લોકોએ ચાર જીપ્સી ભાડે કરી વન વિભાગની સિંહ
દર્શનની પરમીટ લઇ ગીર અભ્યારણ્યનાં બે નંબરનાં રૂટમાં સિંહ દર્શન કરવા
ગયેલ. જંગલનાં કળાયા જંગલ વિસ્તારમાં જીપ્સીમાં ઉભી સિંહ દર્શન કરી રહેલ
મહિલાને અચાનક ચક્કર આવતા તેમનું માથુ જીપ્સીનાં પાઇપ સાથે અથડાતા ઢળી પડેલ
અને તેમની ચુંદડી જીપ્સીનાં ગીયરમાં ફસાઇ ગયેલ ઇજાગ્રસ્ત મહિલાને સાસણ
સારવારમાં લઇ જવામાં આવેલ.
મહિલાને વધુ સારવાર માટે તાલાલા હોસ્પિટલે લાવવામાં આવેલ. ફરજ ઉપરનાં તબીબ ડો.માંકડીયાએ સારવાર શરૂ કરેલ પરંતુ બી.પી, ડાયાબીટીસ જેવા રોગોથી પીડાતી મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં ગૃપનાં સભ્યોમાં આક્રંદ વ્યાપી ગયો હતો. સાસણનાં સરપંચ લખમણભાઇ ધોકડીયા, ટુરીસ્ટો સાથે મહિલાને સારવાર માટે લઇ આવેલ મહિલાનાં શબનું પીએમ કરી બરોડા લઇ જવામાં આવેલ.
No comments:
Post a Comment