- Bhaskar News, Junagadh
- Apr 07, 2016, 02:14 AM IST
-યુવાન પર હુમલો કર્યા બાદ પાંજરા ગોઠવાયા’તા
-પકડાયેલા સિંહોને જોવા લોકોનાં ટોળા ઉમટ્યાં
-તમામને સાસણ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા
સિંહનાં હુમલા બાદ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં બે પાંજરા મુકી
કોર્ડન કરવામાં આવ્યું હતું. ત્યારે વન વિભાગે ગીર દેવળી વાળા નિલેશભાઇ
કાચેલાની શુંગાળાની સીમમાંથી બુધવાર રાત્રીનાં 8 કલાકે પાંચ સિંહ પાંજરે
પુરાયા હતાં. આ માટે વન વિભાગનાં અધિકારી નિનામાં, ગોપાલભાઇ રાઠોડ, આરએફઓ
ડોડીયા સહિતનાં સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. જયારે એક સાથે પાંચ સિંહ
પકડાયાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોનાં ટોળા એકત્રીત થઇ ગયા હતાં.
જયારે જાણવા મળતી વિગત મુજબ પાંચ સિંહોમાં એક માદા અને ચાર સિંહ હોવાનું વન
વિભાગે જણાવ્યું છે અને આ તમામ પકડાયેલા સિંહોને સાસણ મોકલી દેવામાં
આવ્યાં છે. જોકે આ તકે ગીરદેવળી તાલુકા પંચાયતનાં સદસ્ય મહિપતસિંહ ડોડીયા
સહિતનાં આગેવાનો પણ આવી પહોંચ્યા હતાં. જો કે, ગ્રામજનોએ સિંહો પકડાઈ જતા
રાહતનો શ્વાસ લીધો હતો.
No comments:
Post a Comment