Saturday, April 9, 2016

કોડીનાર: સાત સિંહોએ ધામા નાખ્યા, ખેડૂત પર એક સિંહે કર્યો જીવલેણ હુમલો

Jayesh Gondhiya, Una
Apr 05, 2016, 14:10 PM IST

સિંહે હુમલો કર્યો તે ખેડૂત વીજીભાઈ ભગવાનભાઈ જાદવ
સિંહે હુમલો કર્યો તે ખેડૂત વીજીભાઈ ભગવાનભાઈ જાદવ
કોડીનાર: કોડીનાર તાલુકાનાં ગીર દેવલી ગામે 7 સિંહોનાં ધામાથી ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે ત્યારે ત્યારે ગત રાત્રે પોતાના ખેતરમાં પાણી વાળી રહેલા વીજીભાઈ ભગવાનભાઈ જાદવ નામના ખેડૂત પર સિંહનાં ટોળામાંથી એક સિંહે પીઠ પાછળથી હુમલો કર્યો હતો. ખેડૂતે હુમલો કરતા હો-હા મચાવી દીધી હતી જેથી તેના અવાજથી આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતા. લોકો આવી જતા સિંહ ખેડૂતને છોડી ફરાર થઇ ગયો હતો અને ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
 
ખેડૂતનો સરકાર પર આક્ષેપ
 
ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે દિવસે વીજ પ્રવાહ ન હોવાથી પાણી વાળવા રાત્રે જ જવું પડે છે જેથી જંગલી જાનવર ઘણીવાર આ રીતે હુમાલો કરે છે. સરકાર માત્ર વાતો કરે છે પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ છે. વીજ વીજ પ્રવાહ કપાઈ જતા અમને બહુ તકલીફ પડે છે. વીજ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં વીજ વિભાગ રાત્રી દરમિયાન જ મળે છે. જેના પાપે ખેડૂતો અને જાનવરો વચ્ચે અવાર નવાર ઘર્ષણ થાય છે. - ખેડૂત (ભગવાનભાઈ, પીડિતનાં પિતા)
 
આગળ ક્લિક કરો અને ઘટનાની તસવીરો સાથે વાંચો  ખેડૂતને કોડીનાર રાનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
 
તમામ તસવીરો: જયેશ ગોંધિયા, ઉના 
કોડીનારનાં ગીર દેવલી ગામે રેવન્યુ વિસ્તારમાં 7 સિંહે ધામા નાખ્યા છે. જે પૈકી એક સિંહે ખેડૂત પર હુમલો કરતા વનવિભાગ દ્વારા તત્કાલ ખેડૂતને કોડીનાર રાનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ ફોરેસ્ટરનાં કહેવા પ્રમાણે ખેડૂત પર હુમલો કરેલા સિંહને શોધવાની અને રેસ્ક્યુ કરી જંગલમાં લઇ જવા કવાયત શરૂ કરાઈ છે.

No comments: