- Bhaskar News, Bhesan
- Apr 08, 2016, 03:52 AM IST
- મારણ કરતાં સિંહને જોવા લોકોને એકઠાં કર્યા
ભેંસાણ તાલુકાના વિશળ હડમતિયા ગામે એક સિંહ આવી ચઢ્યા બાદ બળદનું મારણ કર્યું હતું. આ સિંહ બળદના મારણની મિજબાની માણી રહી હોય ગામના જ જાફર તારમામદ સમા અને યુસુફ દાદા સમા નામના બે શખ્સોને જોવા મળતાં આ બંનેએ મારણ આરોગી રહેલા સિંહને જોવા માટે સગાં - સંબંધીઓ અને લોકોને એકત્રિત કરીને લાયન શો કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હતી. આ બાબતે આરએફઓ ટીલાળાને જાણ થતાં તેઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા અને બંને શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા, તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ બંનેને 10-10 હજારનો દંડ ફટકારી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જંગલ બોર્ડરને અડીને આવેલા ગામોમાં અને સીમ વિસ્તારમાં સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓની અવર-જવર વધી છે. માલઢોરના મારણના બનાવો પણ વધ્યા છે. એટલું જ નહીં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલા કરી ઘાયલ કરતા હોવાની ઘટનાઓ પણ બની રહી છે.
No comments:
Post a Comment