DivyaBhaskar News Network
Apr 08, 2016, 13:39 PM IST
ખેડુત હિતરક્ષક સમિતીએ પાઠવ્યું આવેદન પત્ર Apr 08, 2016, 13:39 PM IST
જૂનાગઢજિલ્લાના મેંદરડા તાલુકામાંથી પસાર થતી મધુવંતી નદીને જો સાબલી નદી સાથે જોડી દેવામાં આવે તો વંથલી, કેશોદ, મેંદરડા તાલુકાના ગામડાઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો હેકટરમાં સિંચાઇમાં ફાયદો થશે.
એક તરફ સુપ્રિમ કોર્ટે પણ સરકારને નદીઓ જોડવાનું સુચન કરેલ છે. ત્યારે નદીઓ જોડવાની અને ઉંડી કરવાની પહેલ સૌરાષ્ટ્રમાંથી થાય એવી માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિના કન્વીનર અતુલ શેખડાએ આવેદનપત્ર પાઠવ્યુ઼ હતું. જેમાં જણાવાયું હતું કે મેંદરડા તાલુકાની મધુવંતી નદીને સાબલી નદી સાથે જોડાણ કરી દેવામાં આવે તો વંથલી, મેંદરડા અને કેશોદ ત્રણેય તાલુકાના ગામડાઓને સિંચાઇમાં ફાયદો થશે તેમજ ચોમાસામાં પુરથી થતું નુકસાન પણ અટકાવી શકાય છે. ઉપરાંત માણાવદર તાલુકામાંથી પસાર થતી ધુધવી નદીને અગાઉના વર્ષોમાં ઉંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. પરંતુ કોઇપણ કારણોસર કામગીરી બંધ પડી ગઇ છે. તો કામગીરી પણ તાત્કાલીક શરૂ કરવામાં આવે જેથી ખેડુતોને કાંપ, માટી મળી રહેશે. સાથે નદીઓ પહોળી અને ઉંડી થવાથી પુરથી થતા નુકશાનમાંથી પણ બચી શકાય તેમ છે. તો માણાવદર તાલુકા માટે પણ નદી આર્શીવાદ સમાન બની રહેશે.
No comments:
Post a Comment