Bhaskar News, Dosal
Apr 03, 2016, 00:13 AM IST
Apr 03, 2016, 00:13 AM IST
ડોળાસાઃ કોડીનાર તાલુકાનાં ડોળાસા માર્કેટીંગ યાર્ડમાં ભારત
સરકારનાં સહયોગ દ્વારા 13 કરોડનાં ખર્ચે મેંગો પ્રોજેક્ટ તૈયાર કરવામાં
આવ્યો છે. જેમાં ખેડૂત ઉત્પાદકો પોતાની કેરીનો રસ કઢાવી તેની બ્રાન્ડથી
વેંચવા માંગતા હોય તેને માર્કેટીંગ યાર્ડ દ્વારા મદદ કરવામાં આવશે. કોડીનાર
તાલુકાનાં ડોળાસા ગામે સબમાર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે મેંગો પ્રોજેક્ટ
તૈયાર કરવામાં આવ્યો હતો.
- ઉત્પાદકો પોતાની બ્રાંડથી કેરીનો રસ મુક્ત બજારમાં વેંચાણ કરી શકશે
સીઝન પુરી થઇ ગઇ હોવાથી કેરીનું પીલાણ કરવામાં આવ્યું ન હતું. પણ આ
વર્ષ સીઝન શરૂ હોય ત્યારે કેરીનાં આગમન સાથે મેંગો પ્રોજેક્ટની શરૂઆત
કરવામાં આવશે. ભારત સરકારનાં સહયોગ દ્વારા 13 કરોડથી વધુ ખર્ચે તૈયાર થયેલ
મેંગો પ્રોજેક્ટરમાં કોડીનાર, તાલાલા, ઉના, સુત્રાપાડા સહિતનાં તાલુકામાંથી
ખેડૂતોને કેરી લાવવી અનુકુળ રહેશે.
કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ આપવામાં આવશે. તેમવ કોડીનાર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન સુભાષભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, કેરીનાં ઉત્પાદકો પોતાની કેરીનો રસ કઢાવી તેનાં નામની બ્રાન્ડથી વેંચવા માગતા હોય તેવા ખેડૂતોને સહકાર આપવામાં આવશે. જેમાં ભાગ લેવા ઇચ્છતા ખેડૂતોએ તા.15 એપ્રિલથી 30 એપ્રીલ સુધી કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં નોંધણી કરાવવા જણાવ્યું હતું.
No comments:
Post a Comment