Saturday, April 9, 2016

ધારી: 15 ફૂટની વંડી ઠેકી દીપડાએ વાછરડીને ફાડી ખાધી


ધારી: ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દિપડાઓની રંજાડ જોવા મળી રહી છે જેના કારણે લોકોમા ભય ફેલાયો છે. અવારનવાર દિપડાઓ છેક ગામ સુધી ઘુસી આવે છે અને પશુઓનુ મારણ કરે છે ત્યારે આવી જ એક ઘટના ધારીના મીઠાપુર ગામે બની હતી. અહી એક દિપડો ઘરની વંડી ઠેકીને અંદર ઘુસી આવી ફરજામા બાંધેલી વાછરડીને ફાડી ખાતા ફફડાટ ફેલાયો હતો. 
 
મીઠાપુરમાં ઘરમાં ઘૂસી શિકાર કર્યો
 
દિપડાએ વાછરડીનુ મારણ કર્યાની આ ઘટના ધારી તાલુકાના મીઠાપુર ગામે બની હતી. અહી રહેતા શંભુભાઇ કેશુભાઇ હિરપરાના રહેણાંકમા ગતરાત્રીના એક દિપડો પંદર ફુટની વંડી ઠેકીને અંદર ઘુસી આવ્યો હતો અને ફરજામા બાંધેલી વાછરડીનું મારણ કર્યુ હતુ. વાછરડી ભાંભરડા નાખતા શંભુભાઇ જાગી ગયા હતા અને હાકલા પડકારા કરતા દિપડો નાસી ગયો હતો. 
 
Bhaskar News, Dhari

Apr 09, 2016, 12:45 PM IST
 
દિપડો છેક રહેણાંકમા ઘુસી જતા ગામ લોકોમાં ભય ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બીજી વખત દિપડો શંભુભાઇના રહેણાંકમા ત્રાટકયો હતો. મીઠાપુર ગામ આસપાસ અવારનવાર દિપડાની રંજાડ હોવાથી આ અંગે સરપંચ જયેશભાઇ પેથાણીએ વનવિભાગને જાણ કરી દિપડાને પાંજરે પુરવા માંગણી કરી હતી. બનાવને પગલે લોકોમાં ભય ફેલાયો છે.

No comments: