Bhaskar News, Amreli
Apr 03, 2016, 00:19 AM IST
અમરેલીઃ લીલીયાના ક્રાંકચ વિસ્તારમાં રહેતી કોલરઆઇડીવાળી એક
સિંહણ ભારે આક્રમક છે. અગાઉ આ સિંહણ ખેડૂતો પર હુમલો પણ કરી ચુકી છે.
હાલમાં આ સિંહણે ખાંભા તાલુકાના ભાડ ગામના રેવન્યુ વિસ્તારમાં ધામા નાખ્યા
હોય ખેડૂતોમાં ફફડાટ ફેલાયેલો છે. વન વિભાગ તેની મુવમેન્ટ પર નઝર રાખે
તેવું ખેડૂતો ઇચ્છે છે. Apr 03, 2016, 00:19 AM IST
- અગાઉ આ સિંહણે કોટડાના ખેડૂત પર હુમલો કર્યો હતોઃ ખેડૂતોમાં ફફડાટ પણ વનકર્મીઓ ડોકાતા નથી
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં છે. લીલીયા
તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં સાવજોનું એક વિશાળ ગૃપ વસે છે.
જેમાં કોલરઆઇડીવાળા સાવજો પણ છે. એક કોલરઆઇડીવાળી સિંહણ ભારે આક્રમક છે.
હાલમાં તે ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં નઝરે પડી રહી છે. જેના કારણે
ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ખેડૂતો સીમમાં અવર જવર કરતા પણ ડરે છે.
સીમમાં ખેડૂતો ઉપરાંત વાહન ચાલકોની પણ સતત અવર જવર રહે છે. જો કે અહિં કોઇ
નઝરે પડતુ ન હોય તો તે વનકર્મીઓ છે.
સાવજની હિલચાલ ઉપર નજર રાખવા વનવિભાગની સતર્કતા
આ કોલર આઇડીવાળી સિંહણ ભારે ખુંખાર છે અને થોડા સમય પહેલા કોટડા ગામના એક ખેડૂત પર હુમલો પણ કર્યો હતો. હવે તે ભાડ ગામની સીમમાં પહોંચી છે. તેની સાથે એક પાઠડો સિંહ પણ ડુંગર વિસ્તારમાં જોવા મળે છે. વનકર્મીઓને ફેરણુ કરી દરેક સાવજની ક્યા વિસ્તારમાં અવર જવર છે અને હાલમાં તેનું લોકેશન ક્યા છે તે જાણવાની ફરજ સોંપાય છે પરંતુ અહિં વન વિભાગના કર્મચારીઓ ડોકાતા જ નથી. જેના કારણે સાવજો અને માણસ વચ્ચેના ઘર્ષણથી ઘટનાઓ સતત બની રહી છે. ભાડની સીમમાં આ આક્રમક સિંહણ કોઇ વ્યક્તિ પર હુમલો કરી બેસે તે પહેલા વનતંત્ર તેના પર ચાંપતી નઝર રાખે તે જરૂરી છે.
No comments:
Post a Comment