લોકો જટાશંકર,નારાયણધરાએ પણ મજામાણી : ઉપરકોટ સહિતના સ્થળોએ ભીડ
જન્માષ્ટમીપર્વની રજાઓ માણવા રાજ્યભરમાંથી...
જૂનાગઢમાં રજાની મજા માણવા પ્રવાસીઓ સક્કરબાગ પહોંચ્યા
જન્માષ્ટમીપર્વની રજાઓ માણવા રાજ્યભરમાંથી પ્રવાસીઓ જૂનાગઢ આવી રહ્યા છે. ખાસ કરીને સક્કરબાગ,અને અન્ય પર્યટન સ્થળોએ લોકોની સંખ્યા વધી રહી છે. તો જૂનાગઢીઓ પણ મેળાની મજા કરતા પ્રકૃતિની મજા માણવા જટાશંકર,પ્રકૃતિધામ,કે પછી નારાયણધરા,દામોકુંડ સહિતના સ્થળોએ પહોચ્યા હતા.
જૂનાગઢમાં લોકો રજાની મજા માણવા પ્રકૃતિ તેમજ વન્યપ્રાણીઓ સાથે માણી રહ્યા છે. ભવનાથમાં પ્રથમવાર યોજાયેલા મેળામાં જવાને બદલે લોકો સક્કરબાગ ઝૂં,જટાશંકર,નારાયણધરા,પ્રકૃતિધામ જેવા સ્થળોએ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે બપોર સુધી મેળામાં માત્ર ગણ્યા ગાઠ્યાં લોકોની હાજરી હતી. જેની સામે સ્થળો પર ભીડ વધી રહી હતી. ખાસ કરીને જૂનાગઢ બહારથી આવતા પ્રવાસીઓ સક્કરબાગમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સક્કરબાગમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
ગત શનિવારથી રાજકોટ તેમજ અન્ય શહેરોમાં આવતા લોકોની સંખ્યા દિવસ દિવસે વધી રહી છે. ટ્રેન અને એસટી કે પછી ખાનગી બસમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. માર્ગમાં પણ કાર અને બાઇકચાલકો જૂનાગઢ તરફ આવી રહ્યા છે.
રાજકોટથી આવતી ટ્રેનમાં ચિક્કાર ભીડ