- ઉપર આભ નીચે ધરતી, દીપડો પકડવાની કામગીરીમાં પણ બેદરકારી
- બગસરામાં મુંજીયાસર રોડ પર તંત્રએ પાંજરૂ પણ ગોઠવ્યું નથી
Divyabhaskar.com
Dec 11, 2019, 10:07 AM ISTમાનવભક્ષી દીપડો આઝાદ ઘૂમી રહ્યો છે
બગસરામાં મુંજીયાસર રોડ પર શહેરના છેવાડે સરાણીયા પરિવારો વર્ષોથી ખુલ્લા ઝુંપડામાં રહે છે. આ ઝુંપડાઓ પર વાંસનુ છાપરૂ છે અને ત્રણ દિશામાંથી તદન ખુલ્લા હોય છે. પરંપરાગત રીતે તેમના ઝુંપડામાં એક શણગારેલું ગાડુ પણ હોય છે. અહીં 45 જેટલા આવા ખુલ્લા ઝુપડા છે આ ઉપરાંત 30 પરિવારો પતરાના બંધ ઝુંપડામાં તેનાથી થોડા આગળ રહે છે. આ 70 પરિવારના 350થી વધુ લોકો ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં જીવી રહ્યા છે. સૌથી મોટા જોખમની વાત એ છે કે દીપડાએ જ્યાં માનવભક્ષણ કર્યું હતું તેનાથી માત્ર 2 કિમી દૂર આ વસવાટ છે. આમ છતાં વનતંત્ર દ્વારા આ દિશામાં ધ્યાન અપાયું નથી. માનવભક્ષી દીપડો હજુ આઝાદ ઘૂમી રહ્યો છે. ત્યારે આ જોખમી વસવાટ તરફ નહીં જોવાની તંત્રએ ગંભીર ભૂલ કેમ કરી તે મોટો સવાલ છે. કમ સે કમ આસપાસમાં એક પાંજરૂ લગાવવાથી પણ આ વિસ્તારમાં કોઇ દીપડો આવી ચડે તો પકડાવાની શક્યતા રહી શકે. તંત્રએ આ દિશામાં ગંભીરતાથી વિચારવાની જરૂર હોવાનું જાણકારો કહે છે.
ભટકતા તંત્રને ભાન થયું હવે ડ્રોન, પગપાળા પેટ્રોલીંગ શરૂ, વાહનો બંધ
ઓપરેશનના પ્રથમ દિવસે ખુદ વહીવટીતંત્રની લાલ-પીળી લાઇટોવાળી સાયરન વગાડતી ગાડીઓએ આમથી તેમ હડીયાપાટી કરી મુકી હતી. આના કારણે દીપડો શાર્પ શુટરોની ટીમ કે એકેય પાંજરા આસપાસ ફરક્યો પણ ન હતો. આખરે તંત્રની આંખ ખુલતા હવે આ પ્રકારની ગાડીઓની અવર જવર બંધ કરી દેવાય છે. કર્મચારીઓ પગપાળા અથવા બાઇક પર પેટ્રોલીંગ કરી રહ્યા છે. જ્યારે માનવભક્ષી દીપડાને પકડવા માટે તંત્ર દ્વારા સતત ડ્રોન કમેરાથી ચાંપતી નજર રખાય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/350-people-live-in-huts-between-leopard-attack-fear-at-bagasara-area-126263493.html
No comments:
Post a Comment