Thursday, December 26, 2019

રાજુલાના આગરીયામાં દીપડો પાછળ પડતા ખેતમજૂરે દોટ લગાવી જીવ બચાવ્યો, વન વિભાગની શોધખોળ

  • ખેડૂતો પોતાની વાડીએ જતા હતા ત્યારે કાગદડી અને લુંઘીયા ગામની સીમમાં દીપડાનો અવાજ સાંભળ્યો 

Divyabhaskar.com

Dec 10, 2019, 03:36 PM IST
અમરેલી: બગરસાના કાગદડી ગામે ગત રાત્રે સરપંચની વાડીમાં મુકેલા પાંજરામાં દીપડી ઝડપાઇ હતી. તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવાઇ છે. ત્યારે રાજુલાના આગરીયામાં ખેતમજૂર પાછળ દીપડો પડતા મજૂરે દોટ મુકી પોતાનો જીવ બચાવ્યો હતો. મજૂરે જણાવ્યું હતું કે, અમે કપાસ વીણવા જતા હતા ત્યારે સામેથી દીપડો આવતા અમે ભાગ્યા હતા અને મારી પાછળ દોટ મુકી હતી. મેં જેમ તેમ કરીને જીવ બચાવ્યો છે.
કાગદડી અને લુંઘીયા વચ્ચે આવેલી સીમમાં દીપડાના અવાજ સ્થાનિકોએ સાંભળ્યા
કાગદડીમાંથી દીપડી પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજે સવારે ખેડૂતો પોતાની વાડીએ જતા હતા ત્યારે કાગદડી અને લુંઘીયા ગામની સીમમાં દીપડાના અવાજ સાંભળતા વન વિભાગને જાણ કરી હતી. આથી વન વિભાગની ટીમ દોડી આવી દીપડાની શોધખોળ હાથ ધરી છે. બગસરા પંથકમાં દીપડાનો આતંક વધતો જતો હોવાથી વધુ માત્રામાં દીપડા હોવાની સંભાવના સેવાઇ રહી છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-run-behind-farmer-in-agaria-village-of-rajula-126256273.html

No comments: