ivyaBhaskar News Network
Dec 14, 2019, 05:57 AM ISTઅમરેલી પંથકમાં દીપડાઓ માનવ પર હુમલા કરી રહ્યાં છે. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જ ઊના શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં દીપડો આવી ચઢયો હતો. અને દેલવાડા રોડ પર આવેલ નિવૃત વનકર્મીનાં મકાનમાં પ્રવેશતાં દોડધામ મચી ગઇ હતી. ઊનામાં વિદ્યાનગર સોસાયટી રોડ પર નિવૃત વન કર્મી દિનેશપરી શિવપરી ગોસ્વામીનું મકાન આવેલું હોય જેમાં રાત્રીનાં 3.30 વાગ્યે એક દીપડો દિવાલ કુદી ફળીયામાં ઘુસ્યો હતો. ત્યારે અહીંથી 108 લઇને પસાર થતાં પાયલોટની નજર પડતાં તેમણે એમ્બ્યુલન્સ રોકી દીધી હતી. અને દેલવાડાથી આવતા બે પોલીસ કર્મીઓને આ અંગે વાત કરી હતી. બાદમાં આ દીપડાને જોઇ કોઇ માનવ પર હુમલો ન કરે તે માટે વન કર્મીનાં પાડોશમાં રહેતા લોકોને જગાડ્યાં હતાં. બાદમાં અવાજ સાંભળતાં આ દીપડો ઘરની પાછળની દિવાલ કુદી નાશી ગયો હતો. આમ રહેણાંક મકાન સુધી દીપડો આવી પહોંચતાં લત્તાવાસીઓ ગભરાઇ ગયાં હતા. સનખડા ગામના માલણ વિસ્તારમાં રાત્રીના બે દીપડાઓ આવી ચઢયા હતાં અને બાપુભાઇ દેસાભાઇ ગોહીલની વાડીમાં રાખેલ પાડાનું માર કર્યુ હતું. જયારે નટુભાઇ જીવાભાઇ ગોહીલની વાડીમાં બે વાછરડીના મારણ કરી મિજબાની માણી હતી.પડોશીએ રાડારાડ કરતા જાગી ગઇ : ઇન્દુબેન
આ અંગે નિવૃત વન કર્મીનાં પત્ની ઇન્દુબેને કહ્યું હતું કે દીપડો અમારા મકાનનાં ફળીયામાં ઘુંસી ગયો હોવાથી પાડોશનાં લોકોએ અવાજ કરતાં મારી નિંદર ઉડી ગઇ હતી. અને રૂમની બારી ખોલી જોયું તો દીપડો નાશી છુટ્યો હતો. સવારે ફળીયામાં તેમજ દિવાલ પર સગડ જોવા મળ્યાં હતાં.
રામનગર ખારામાં દીપડાના આંટાફેરા
ઊના શહેરના રામનગર ખારા વિસ્તારમાં દીપડો તથા દીપડીની આજે વહેલી સવારે ચહલ પહલ જોવા મળતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તાકીદે વનવિભાગ દ્વારા શહેરના છેવાડાના વિસ્તારમાં પાંજરા મુકવામાં આવે તેવી લોકો માંથી માંગણી ઉઠવા પામેલ છે. જયારે સીમાસીમાંથી ખુંખાર દીપડો પકડાતાં લોકોએ રાહત અનુભવી હતી. આ દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lighthouse-rushes-into-a-residential-building-in-una-055718-6166931-NOR.html
No comments:
Post a Comment