Thursday, December 26, 2019

બગસરા પંથકમાં આતંક મચાવનાર આદમખોર દીપડાને ગઇકાલે મોડી સાંજે

DivyaBhaskar News Network

Dec 13, 2019, 05:56 AM IST

બગસરા પંથકમાં આતંક મચાવનાર આદમખોર દીપડાને ગઇકાલે મોડી સાંજે ગૌશાળા નજીક તંત્રએ ઠાર માર્યા બાદ આજે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું અને બાદમાં અગ્નીદાહ આપી તેના મૃતદેહનો નિકાલ કરાયો હતો. દિપડાનો અંત થતા તંત્રએ રાહતનો દમ લીધો છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓ અહિંથી પરત ફર્યા હતાં આમ છતાં બગસરા પંથકમાં આ ઓપરેશન હજુ શરૂ રખાયુ છે. બગસરા પંથકમાં જ જે દિપડાએ પાંચ લોકોને મારી નાખ્યા, અનેક લોકો પર હુમલો કર્યો, અનેક પશુઓનું મારણ કર્યુ તે આદમખોર દિપડાને ગઇ મોડીસાંજે વન વિભાગના શાર્પ શુટરોએ બે ગોળી ધરબી દઇ ઠાર કર્યા બાદ રાત્રે જ તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આજે ત્રણ ડોક્ટરની પેનલથી તેનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું અને બાદમાં અગ્નીદાહ આપી મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વન વિભાગ દ્વારા બગસરા પંથકમાં હજુ પણ દીપડાઓને પકડવાનું ઓપરેશન શરૂ રખાયુ છે. જો કે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આવેલા ઉચ્ચ વન અધિકારીઓ આજે પરત ફર્યા હતાં. બગસરા, વિસાવદર અને ધારી તાલુકાના સીમાડે દિપડાની સંખ્યા વધુ હોય વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ઓપરેશન યથાવત રખાયુ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-terrorist-arrested-in-bagsara-diocese-yesterday-evening-055617-6158906-NOR.html

No comments: