- બે સિંહણ અને પાંચ સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
Divyabhaskar.com
Dec 17, 2019, 04:30 AM ISTએક સિંહણને માથામાં, બીજીને પગમાં ઇજા
એક સાથે સાત સાવજના રેસ્ક્યુ અંગે સીસીએફ ડી.પી. વસાવડાએ જણાવ્યુ હતું કે એક સિંહણને માથામાં ઇજા હતી જ્યારે એક સિંહણને પગમાં ઇજા હતી. બન્ને સિંહણને સારવાર આપવાની જરૂરી હોવાથી બન્નેનું રેસ્ક્યુ કરતી વખતે તેમના બચ્ચાને પણ સાથે લેવા પડયા હતાં.
સુરક્ષાનાં કારણોથી બચ્ચાંને સાથે લેવાયાં
એસીએફ નિકુંજ પરમારે જણાવ્યુ હતું કે કોદીયાની સીમમાં બીજા 9 સાવજોની પણ હાજરી નોંધાઇ હતી. જેથી સિંહણની સાથે તેના બચ્ચાને પણ રેસ્ક્યુ કરી લેવાયા હતાં. જેથી બચ્ચા પર આ સિંહો તરફથી કોઇ જોખમ ન રહે. આ સાવજોના જરૂરી સેમ્પલ પણ લેવાશે અને સારવાર કરાયા બાદ સુરક્ષિત રીતે મૂક્ત કરી દેવામાં આવશે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/7-lion-rescue-in-tulsishyam-range-by-forest-department-126305390.html
No comments:
Post a Comment