Thursday, December 26, 2019

દીપડાના હુમલાનો સતત ભય હોય લોકોને સાવચેત કરાય

DivyaBhaskar News Network

Dec 10, 2019, 05:56 AM IST
અમરેલી | દીપડાના હુમલાનો સતત ભય હોય લોકોને સાવચેત કરાય અને તેમની સલામતી માટે જરૂરી પગલા લેવાય તે અત્યંત આવશ્યક છે. પરંતુ બગસરા પંથકના ગામડાઓમાં ખુદ તંત્રએ સૌથી વધુ ખૌફ સર્જી દીધો છે. કેટલાક સ્થળે તંત્ર દ્વારા લોકોને ઘરમાં ભરાઇ રહેવા બળજબરી પણ કરાઇ હતી. જેને પગલે રાતના સમયે સીમ વિસ્તાર સુમસામ બની જાય છે અને ગામમાં પણ સન્નાટો છવાઇ જાય છે. માત્ર આ વિસ્તારથી અજાણ એવા તંત્રના કર્મચારીઓ અહિં રાત ઉજાગરો કરે છે. વન વિભાગ દ્વારા મુંજીયાસર તથા આસપાસના ગામોમાં 30 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અનેક દીપડા છે. ના તો માનવ ભકક્ષી દીપડો એકેય પાંજરામાં સપડાયો છે કે ન અન્ય કોઈ દીપડા પાંજરામાં સપડાયા છે.

No comments: