Tuesday, December 31, 2019

સિંહણે બચ્ચાને મોઢામાં ઉંચકી લઇ રસ્તો ઓળંગવાનો પાઠ ભણાવ્યો

  • ધારી- વિસાવદર રોડ પર સિંહણનો માતૃપ્રેમ જોઇ વાહન ચાલકો થંભી ગયા

Divyabhaskar.com

Dec 30, 2019, 10:28 AM IST
અમરેલી: ધારી-વિસાવદર રોડ પર આમ તો દિવસભર વાહનોની અવરજવર સતત ચાલુ હોય છે. રાત્રીના સમયે પણ આ માર્ગ ધમધમતો હોય છે. વળી આ વિસ્તાર સાવજોનો વિસ્તાર છે. અહીં અવારનવાર સાવજો રસ્તા પર આવી જાય છે અને અડિંગો જમાવે છે. દિવસ દરમિયાન અવારનવાર તેણે આ રસ્તો અને અન્ય ગ્રામીણ રસ્તાઓ ઓળંગી પોતાના વિસ્તારમાં આમથી તેમ ચક્કર મારવા પડે છે. ગઇરાત્રે એક સિંહણ આવી જ રીતે ધારી-વિસાવદર રસ્તો ક્રોસ કરવા જઇ રહી હતી તે સમયે જ બંને બાજુથી વાહનો આવી ગયા હતા. જો કે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. પરંતુ લાઇટો ચાલુ રાખી હતી. નાનુ સિંહબાળ ઝડપથી રસ્તો ક્રોસ કરી લેવાની તેની માતા જેવી ઉતાવળ કરતું નજરે પડ્યું ન હતું. સિંહબાળ રસ્તાની વચ્ચે જ ઉભું રહી જતા તેની માતાએ પણ જાણે તેને પાઠ ભણાવતી હોય તેમ બચ્ચાને પોતાના મોથી ઉંચકી અને
રોડ નીચે ખાળીયામા લઇ ગઇ હતી. આ સિંહણ ત્યાંથી સીમમા ચાલી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-cross-road-her-cub-on-dhari-to-visavadar-road-126407120.html

No comments: