ખેતરમાં દીપડો નજરે પડયાની વાત કરતા જ ગભરાહટનો માહોલ
છાત્રને ક્લાસરૂમમાંથી બહાર નિકળી લઘુશંકા માટે જવુ હોય તો એક શિક્ષક તેની સાથે જતા હતાં
Divyabhaskar.com
Dec 10, 2019, 04:15 AM ISTવિસાવદર અને બગસરા પંથકમાં છેલ્લા થોડા સમયમાં જ 16 જેટલા માનવ મૃત્યુનાં બનાવો માનવભક્ષી દીપડા દ્વારા થયેલ છે. જેમાં સૌથી વધુ વિસાવદર અને બગસરા પંથકમાં 9 માનવ જીંદગીનો ભોગ લીધો છે.
વન તંત્રનાં હવાતિયાં, 30 પાંજરાં પણ દીપડો પકડાયો નહીં
દીપડાના હુમલાનો સતત ભય હોય લોકોને સાવચેત કરાય અને તેમની સલામતી માટે જરૂરી પગલા લેવાય તે અત્યંત આવશ્યક છે. પરંતુ બગસરા પંથકના ગામડાઓમાં ખુદ તંત્રએ સૌથી વધુ ખૌફ સર્જી દીધો છે. કેટલાક સ્થળે તંત્ર દ્વારા લોકોને ઘરમાં ભરાઇ રહેવા બળજબરી પણ કરાઇ હતી. જેને પગલે રાતના સમયે સીમ વિસ્તાર સુમસામ બની જાય છે અને ગામમાં પણ સન્નાટો છવાઇ જાય છે. માત્ર આ વિસ્તારથી અજાણ એવા તંત્રના કર્મચારીઓ અહિં રાત ઉજાગરો કરે છે. વન વિભાગ દ્વારા મુંજીયાસર તથા આસપાસના ગામોમાં 30 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અનેક દીપડા છે. ના તો માનવ ભકક્ષી દીપડો એકેય પાંજરામાં સપડાયો છે કે ન અન્ય કોઈ દીપડા પાંજરામાં સપડાયા છે.
દીપડાનો ત્રાસ છે તેવા વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી અપાશે
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો પર દીપડાએ હૂમલો કરવાના બનાવોને પગલે ત્યાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો અઠવાડિયામાં અમલ કરવાની જાહેરાત ઉર્જા મંત્રી સૌરભ પટેલે કરી હતી.
શિકાર કરી 5-7 કિમી દૂર જતો રહે છે
બગસરા અને વિસાવદર પંથકના ગામોનાં બનાવો જોઇએ તો પ્રથમ બનાવથી છેલ્લા બનાવ સુધીનાં ગામોનાં કિમીનાં અંતર જોઇએ તો 5 થી 10 કિમીજ થાય છે. જેથી એ ખુંખાર માનવભક્ષી દીપડો એક જ હોવાનું અનુમાન થઇ રહ્યું છે. એક ગામમાં શિકાર કરી દીપડો 5 થી 7 કિમી દુર અન્ય ગામમાં જતો રહે છે.
છેલણકામાં દીપડાએ આધેડ પાછળ દોટ મૂકી
વિસાવદર પંથકનાં ઘણાં સમયથી દીપડાઓની રંજાડ જોવા મળી રહી છે અને માનવ પર હુમલાનાં બનાવો પણ બની રહ્યાં છે. વિસાવદરનાં છેલકા નજીક દીપડાએ ભુતડી ગામે રહેતા મુળુભાઇ વાળા નામના આધેડ પાછળ દોટ મુકી હતી જોકે સદનસિબે દીપડો પાછો વળી જતાં બચી ગયા હતા.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-terror-in-bagasara-curfew-in-village-220-students-attended-school-in-closed-doors-126248435.html
No comments:
Post a Comment