Saturday, May 30, 2020

અમરેલીની કેરી બજારમાં આવતાં હજુ 10 દિવસ લાગશે : વેપારીઓની વ્યથા- માલ ખપતો નથી


It will take another 10 days for mangoes from Amreli to reach the market

  • ગત સાલ આ સમયે 700થી 800 મણની આવક હતી : ઓણસાલ માત્ર 50 મણની આવક

દિવ્ય ભાસ્કર

May 16, 2020, 05:00 AM IST

અમરેલી. અમરેલી પંથક કેસર કેરીનુ ઘર છે. ગીરકાંઠામા મોટા પ્રમાણમા કેસર કેરી પાકે છે. પરંતુ ઓણસાલ સિઝન મોડી છે. અમરેલી પંથકની કેસર કેરી હજુ બજારમા આવતા દસેક દિવસ જેવો સમય લાગી જશે. મતલબ કે ચાલુ સાલે સિઝન ઘણી ટુંકી રહેશે. હાલમા થોડી ઘણી સ્થાનિક આવક અને તાલાળાની કેરી આવી રહી છે. પરંતુ જોઇએ તેવુ વેચાણ નથી. દર વર્ષે લગભગ આ સમયગાળામા અમરેલી પંથકમા મોટા પ્રમાણમા કેસર કેરીનુ આગમન થઇ જતુ હોય છે. સામાન્ય રીતે આ સમયગાળામા દરરોજ 700 થી 800 મણ કેસર કેરીની શહેરમા આવક થતી હોય છે. પરંતુ ઓણસાલ સ્થાનિક કેરીની આવક નામ માત્રની છે. કારણ કે હજુ પાક તૈયાર નથી. તાલાળા પંથકમાથી થોડી ઘણી કેરી આવી રહી છે. હાલમા તાલાળા પંથકમાથી 50 થી 100 મણ કેરીની આવક થઇ રહી છે. જે ગત વર્ષની સરખામણીમા ઘણી ઓછી છે. 

વેપારીઓ ઘરાકી નીકળે તેની રાહ જોઇને બેઠા 
અમરેલી પંથકમા કેસરનો પાક સતત પ્રતિકુળ હવામાનના કારણે મોડો છે. આંબે મોર બેસવાથી લઇ અત્યાર સુધીમા અવારનવાર કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે મોટા પ્રમાણમા ખાખડીઓ પણ ખરી ગઇ હતી. સિઝનની શરૂઆતમા કેરીનો મબલખ પાક આવશે તેવી ધારણા હતી પરંતુ માવઠાએ ઘણુ નુકશાન કર્યુ છે. શરૂઆતમા ઋતુ ઝડપથી ન ફરતા ફલીકરણ ન થતા કેરીને નુકશાન થયુ હતુ. હાલમા જે થોડી ઘણી આવક થઇ રહી છે તે માલનો પણ ઉપાડ જોવા મળતો નથી. વેપારીઓ ઘરાકી નીકળે તેની રાહ જોઇને બેઠા છે. વેચાણ ઓછુ હોવાના કારણે તાલાળા પંથકની કેરી મંગાવવાનુ પણ ખેડૂતો ટાળી રહ્યાં છે.

હાલમાં ભાવ 300થી 550નું બોકસ
ખેડૂત દિતલાના ઉકાભાઇ ભટ્ટી કહે છે તાલાળા પંથકમા કલટારનો ઉપયોગ થતો હોય કેરી પખવાડીયુ વહેલી આવે છે. હાલમા અહી 10 કિલોના બોકસના 300થી 550 કે તેથી વધુ ભાવ બોલાઇ રહ્યાં છે. 
પાછોતરો ફાલ છે
અમરેલીના કેરીના વેપારી ઘનશ્યામભાઇ રૈયાણીએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમા કેસરનો ફાલ પાછોતરો છે. હાલમા થોડી લોકલ આવક છે પણ વેચાણ નથી. બેંગલોરથી બદામ કેરી આવી રહી છે. હજુ સિઝન ખુલી નથી.
રતલામી-હાફુસની પણ આવક ઓછી
લોકડાઉનના સમયગાળામા અત્યાર સુધી ચીકુ, દ્રાક્ષ, મોસંબી અને તરબુચ જેવા ફળોનુ ધુમ વેચાણ થયુ છે. જો કે હજુ કેરીની સિઝન જામી નથી. બહારથી આવતી રતલામી અને હાફુસની આવક ઓછી છે. જેનો ભાવ રૂપિયા 60 થી 90 પ્રતિ કિલો ચાલી રહ્યો છે. 
લોકલ આવક કયાં કયાંથી થશે ?
પંથકમા ધારી, ખાંભા, કુંડલામાથી કરેણ, ધારગણી, દુધાળા, ખીસરી, સરસીયા, ઝર, દલખાણીયા, નાગેશ્રી વિગેરે વિસ્તારમાથી મોટા પ્રમાણમા કેસર કેરીની આવક થશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/it-will-take-another-10-days-for-mangoes-from-amreli-to-reach-the-market-127306221.html

No comments: