- વન વિભાગના કર્મચારીઓમાં દોડધામ: 54 લોકોએ આગ પર કાબુ મેળવ્યો
દિવ્ય ભાસ્કર
May 05, 2020, 05:00 AM ISTબાબરા. ગીરપુર્વની દલખાણીયા રેંજમા સેમરડી બીટ વિસ્તારમા આજે બપોરે અચાનક જંગલમા દવ ફાટી નીકળતા વનવિભાગના કર્મચારીઓમા દોડધામ મચી હતી. જો કે લાંબી જહેમત બાદ આ દવ કાબુમા લેવાયો હતો. આ દરમિયાન 10 હેકટરમા વન્ય સૃષ્ટિને નુકશાન થયુ હતુ.
અભ્યારણ્ય વિસ્તારમા નવથી દસ હેકટરમા વન્ય સૃષ્ટિને નુકશાન થયુ
જંગલ વિસ્તારમા દવની આ ઘટના ગીરપુર્વની દલખાણીયા રેંજમા બની હતી. દલખાણીયા રાઉન્ડ નીચે આવતા સેમરડી બીટ-2ના અભ્યારણ્ય વિસ્તારમા સાંજે ચારેક વાગ્યાના સુમારે અચાનક દવની શરૂઆત થઇ હતી. વન અધિકારીઓને આ અંગે જાણ થતા દલખાણીયા અને પાણીયા રેંજના અધિકારીઓ અને કર્મચારીઓ તાડબતોબ દવના સ્થળે દોડી ગયા હતા અને તેના પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. દલખાણીયા રેંજના 25 કર્મચારી પાણીયા રેંજના આઠ કર્મચારી અને છોડવડી રેંજના આઠ કર્મચારી તથા 13 ગામ લોકો મળી કુલ 54 લોકોએ લાંબી જહેમતના અંતે દવ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ દરમીયાન અભ્યારણ્ય વિસ્તારમા નવથી દસ હેકટરમા વન્ય સૃષ્ટિને નુકશાન થયુ હતુ. દવ કઇ રીતે લાગ્યો તે અંગે વનતંત્રએ તપાસ શરૂ કરી છે.
બાબરામાં વાડીમાં આગથી ઘાસચારો ખાક
બાબરામા રાજકોટ રોડ પર વિજ કંપનીના હેલ્પર મુકેશભાઇ કારેટીયાની વાડીમા અચાનક ઘાસચારામા આગ ભભુકી હતી જેના કારણે ખુલ્લામા પડેલો આ ચારો બળી ગયો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ વી.વી.પંડયા સ્ટાફ સાથે દોડી ગયા હતા. પાલીકા પ્રમુખ વનરાજભાઇ વાળા પણ ફાયર ફાઇટરના સ્ટાફ સાથે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/babra/news/a-fire-broke-out-in-dalkhania-range-burning-10-hectares-of-forest-to-ashes-127272384.html
No comments:
Post a Comment